અકલ્પનીય ક્ષણ /
અંતરિક્ષમાં દેખાશે આ અદભૂત નજારો, જો આજે જોવાનું ચૂકી ગયા તો 15 વર્ષ જોવી પડશે રાહ
Team VTV09:21 AM, 13 Oct 20
| Updated: 09:22 AM, 13 Oct 20
મંગળવારે એટલે કે આજે મહત્વ પૂર્ણ ખગોળીય ઘટના ઘટશે અને સૌર મંડળમાં એક અદ્ભૂત નજારો જોવા મળશે. મંગળગ્રહ પૃથ્વીની સૌથી નજીક હશે અને પોતના ઉજ્જવલ નારંગી રંગમાં ચમકતો દેખાસે. જ્યોતિષ શોધાર્થી અને એસ્ટ્રોલોજી એક વિજ્ઞાન રિસર્ચ પુસ્તકના લેખક ગુરમીત બેદીએ જણાવ્યું કે અદ્ભૂત વાત એ હશે કે આ દિવસોમાં મંગળ સૂર્યથી વિપરિત હશે અને પૃથ્વી સીધી મંગળ અને સૂર્યની વચ્ચે સ્થિત રહેશે.
મંગળ ગ્રહ આજે પૃથ્વીની આવશે નજીક
સાંજના સમયે દેખાશે અદભૂત નજારો
એક તરફ સૂર્ય આથમશે બીજી તરફ પૂર્વમાં મંગળ દેખાશે
ફરી 11 સપ્ટેમ્બરે 2035માં જોવા મળશે મંગળ
આજે અંતરિક્ષમાં દેખાશે અદભૂત નજારો. વર્ષો પછી આવો નજોરો જોવા મળતો હોય છે. આજે મંગળ ગ્રહ પૃથ્વીની નજીક આવશે. સાંજના સમયે આ અદભૂત નજારો દેખાશે. એક તરફ સૂર્ય આથમશે બીજી તરફ પૂર્વમાં મંગળ દેખાશે. આજે મંગળને જોવાનું ચૂકી ગયા તો 15 વર્ષ રાહ જોવી પડશે. કેમકે હવે બીજી વખત 11 સપ્ટેમ્બરે 2035માં મંગળ જોવા મળશે.
ગુરમીત બેદીના જણાવ્યાનુંસાર વિજ્ઞાનની ભાષામાં આ ખગોળીય ઘટનાને માર્સ એટ અપોજિશન કહેવામાં આવે છે. સૂર્ય, પૃથ્વી અને મંગળ આ ત્રણેય ગ્રહોનું એક સીધી લાઈનમાં આવવું ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવનારા લોકો માટે ખરેખર રોમાંચિત ક્ષણ બની રહેશે. મંગળ ગ્રહ અડધી રાત સુધીમાં દક્ષિણ દિશામાં જતો રહેશે અને જો તમારી પાસે હાઈ ક્વોલિટીનો ટેલીસ્કોપ છે તો તમને ગ્રહની એક જલક જોઈ શકશો.