બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / પિતા-પુત્રીની જોડીને સલામ! મંગળ ગ્રહ પરથી આવેલા સિગ્નલનું રહસ્ય ઉકેલ્યું, 1 વર્ષ લાગ્યું

ખગોળીય / પિતા-પુત્રીની જોડીને સલામ! મંગળ ગ્રહ પરથી આવેલા સિગ્નલનું રહસ્ય ઉકેલ્યું, 1 વર્ષ લાગ્યું

Last Updated: 03:47 PM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં પિતા-પુત્રીની જોડીએ રાતા ગ્રહ મંગળ પરથી આવેલા એક રહસ્યમયી સિગ્નલને ઉકેલી કાઢ્યું છે.

પૃથ્વીથી કરોડો કિમી દૂર રહેલા અને રાતા ગ્રહ તરીકે ઓળખાતાં મંગળ પરથી આવેલું એક રહસ્યમયી સિગ્નલ ઉકેલાયું છે. અમેરિકામાં પિતા-પુત્રીની જોડીએ એક વર્ષની તનતોડ મહેનત બાદ મંગળ ગ્રહ પરથી આવેલ સિગ્નલનું રહસ્ય ઉકેલી કાઢ્યું છે.

પિતા-પુત્રીની જોડીએ એક વર્ષની મહેનત બાદ અશક્ય કામ પૂરું કર્યું

અમેરિકામાં એક પિતા-પુત્રીની જોડીએ એક વર્ષની મહેનત બાદ અશક્ય કામ પૂરું કર્યું છે. તેણે એક વર્ષ પહેલા મંગળ પરથી આવેલા રહસ્યમય સિગ્નલને ડીકોડ કર્યું છે. યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાનને મંગળ પરથી આ સંકેત મળ્યો હતો. આ સમસ્યાના ઉકેલ માટે પિતા-પુત્રી એક વર્ષથી સખત મહેનત કરી રહ્યા હતા. ઓનલાઈન પોર્ટલ દ્વારા સામાન્ય લોકો સાથે ડેટા પણ શેર કરવામાં આવ્યો હતો. આ પડકારને પહોંચી વળવા માટે વૈજ્ઞાનિકોથી લઈને અવકાશમાં રસ ધરાવતા લોકો સુધી બધાએ તેને હલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પિતા-પુત્રીની આ જોડીએ અદભૂત કામ કર્યું. આ સિગ્નલને ડીકોડ કરવા માટે, યુરોપિયન સ્પેસ એજન્સી ESA અને INAF એ નાગરિક વૈજ્ઞાનિક સ્પર્ધા યોજી હતી અને કેન અને કેલીએ 22 ઓક્ટોબરે આ રહસ્યમય સિગ્નલને ડીકોડ કર્યું હતું. આ માટે તેણે હજારો કલાકનું સંશોધન કરવું પડ્યું અને અનેક પ્રયોગો કરવા પડ્યા. આ પ્રોજેક્ટને "A Sign in Space" નામ આપવામાં આવ્યું હતું. આ સિગ્નલથી તેઓને એ જાણવામાં મદદ મળી કે શું માનવીઓ એલિયન સભ્યતા સાથે પ્રથમ સંપર્ક કરવામાં સક્ષમ છે?

શું છે સિગ્નલમાં

આ જોડીએ શોધી કાઢ્યું કે સંદેશમાં કેટલાક જૈવિક સંદર્ભો હતા. સફેદ ટપકાં અને રેખાઓ હતી. જેના પર બ્લેક બેકગ્રાઉન્ડ હતું. આમાંથી જાણવા મળ્યું કે તેઓ કોષો બનાવી રહ્યા છે - એટલે કે જીવનનું સર્જન. સિગ્નલમાં પાંચ એમિનો એસિડ હતા, જે બ્રહ્માંડમાં જીવનની રચના દર્શાવે છે. સિગ્નલ ક્રેકીંગ હોવા છતાં, કેન અને કેલી સંદેશમાં છુપાયેલા અર્થને ડીકોડ કરવામાં અસમર્થ હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mars Alien signal Mars Alien signal news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ