Married Young man Pretends as isro scientist to marry phd student
બહુ કરી! /
પરણિત યુવકે ISROનાં સાયન્ટિસ્ટ હોવાનું કહી PhD સ્ટુડન્ટ સાથે લગ્ન કર્યા ને નેટફ્લિક્સે પોલ ખોલી
Team VTV06:43 PM, 09 Oct 19
| Updated: 09:17 PM, 09 Oct 19
ઇસરોનું નામ લઇને એક વ્યક્તિએ છેતરપિંડી કરી પીએચડી સ્ટુડન્ટ સાથે લગ્ન કરી લીધા. દિલ્હીનાં દ્વારકામાં રહેનારાં જીતેન્દ્રએ પોતાની ઓળખ ઇસરો સાયન્ટિસ્ટ તરીકે આપી એક યુવતીને વિશ્વાસમાં લીધી. એ બાદ તેણે યુવતી સાથે લગ્ન કરી લીધાં. જોકે નેટફ્લિક્સનાં અકાઉન્ટથી તેની પોલ ખુલી ગઇ હતી. જાણો કેવી રીતે ખુલી આ ગઠિયાની પોલ....
બેરોજગાર યુવકે ઇસરોનાં સાઇન્ટિસ્ટ તરીકે ઓળખ આપી પીએચડી સ્ટુડન્ટ સાથે લગ્ન કર્યા
નેટફ્લિક્સનાં લોકેશનથી યુવકની પોલ ખુલી
અંતે યુવકે કબુલ્યું કે તે પરણીત છે અને સાઇન્ટિસ્ટ પણ નથી
સાઇન્ટિસ્ટ તરીકે ઓળખ આપી
ગુરુગ્રામમાં રહતાં જીતેન્દ્ર નામનાં એક પરણિત યુવકે મે મહિના પહેલા એક યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. જે ખરેખર સાઇન્ટિસ્ટ નહોતોં. તે આઇઆઇટી ખડગપુરનો પૂર્વ વિદ્યાર્થી છે અને તેણે યુવતી અને તેના પરિવારને પોતાની ઓળખ સાયન્ટિસ્ટ તરીકે આપી હતી.
નકલી દસ્તાવેજો પણ બતાવ્યાં
તેણે યુવતીનાં પરિવારને નકલી દસ્તાવેજો બતાવ્યાં અને રેવાડીમાં રહેતા તેના પરિવાર સાથે મુલાકાત પણ કરાવી હતી. સૂત્રોનાં જણાવ્યાં મુજબ તેણે લગ્ન બાદ યુવતીને કહ્યું કે તે નાસામાં ટ્રેનિંગ માટે અમેરિકા જઇ રહ્યો છે.
કેવી રીતે ખુલી પોલ ?
યુવકને અમેરિકા જવાનું હોઇ યુવતીનાં પિતા તેને એરપોર્ટ મુકવા માટે ગયાં હતાં. અમેરિકાથી પાછાં આવી તેણે કહ્યું કે તે કામથી બેંગ્લુરુ જઇ રહ્યો છે. પરંતુ નેટફ્લિક્સ અકાઉન્ટ તેનું લોકેશન ગુરુગ્રામ બતાવી રહ્યું હતું. જ્યારે યુવતી ગુરુગ્રામ પહોંચી, ત્યારે જીતેન્દ્રએ કહ્યું કે તે બેરોજગાર છે અને તે અમેરિકા કે બેંગ્લુરુ ગયો નહોતો. તે ઘણાં સમયથી ગુરુગ્રામમાં જ રહેતો હતો. તેણે એમ પણ કબુલ્યું હતું કે તે પરણિત હતો. પોલીસે જીતેન્દ્ર સામે દહેજની માંગણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.