married woman shouldn't do these things when husband goes out
ચેતી જજો /
પતિ ઘરે ન હોય ત્યારે ભૂલથી પણ ન કરતા આ કામ, મળશે એટલા અશુભ ફળ કે પસ્તાવાનો પાર નહીં રહે
Team VTV10:23 AM, 24 May 22
| Updated: 10:54 AM, 24 May 22
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વિવાહિત મહિલાઓએ પતિના ઘરની બહાર ગયા બાદ અમુક કાર્યો ન કરવા જોઈએ નહીંતર અત્યંત અશુભ ફળ મળે છે.
દરેક મહિલા પોતાના પતિના લાંબા આયુષ્યની કરે છે પાર્થના
પતિનાં ઘરની બહાર ગયા બાદ ન કરવા જોઈએ અમુક કાર્યો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે અશુભ
દરેક મહિલા પોતાના પતિનાં લાંબા ભવિષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે વ્રત રાખે છે, પૂજા પાઠ કરે છે અને ઘણા પ્રકારના ઉપાયો કરે છે, જેથી પતિને લાંબુ આયુષ્ય મળે. પરંતુ અમુક એવી માન્યતાઓ છે, જે કરવાથી અશુભ ઘટનાઓ રોકી શકાય છે. ઘરના વડીલો ઘણી વાર અમુક કાર્યો કરવાની ના પાડે છે, જેનો સીધો સંબંધ પતિના આયુષ્ય અને સ્વાસ્થ્ય સાથે હોય છે. આવો જાણીએ આવા જ અમુક કાર્યો વિષે, જે પતિના બહાર ગયા બાદ પત્નીએ ન કરવા જોઈએ.
પતિનાં બહાર ગયા બાદ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કાર્યો
વાળ ન ધોવા જોઈએ
એવી માન્યતા છે કે પતિ જ્યારે બહાર કોઈ કામથી જાય છે, તો મહિલાઓએ ન તો વાળ ધોવા જોઈએ કે ન તો વાળને ખોલીને સૂકવવા જોઈએ. જો કોઈ મહિલા આમ કરે છે, તો અરસપરસનાં સંબંધો પર પણ આની અસર પડે છે અને સાથે આર્થિક નુકસાનો પણ થવા લાગે છે.
તેલનો પ્રયોગ કરવો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પતિનાં બહાર ગયા બાદ મહિલાઓએ ન તો શરીર પર તેલનો ઉપયોગ કરવો જોઈએ કે ન તો વાળમાં તેલ લગાવવું જોઈએ. આમ કરવું શુભ માનવામાં આવતું નથી. જો કોઈ મહિલા આમ કરે છે, તો તેના પતિ નું આયુષ્ય ઘટે છે. પતિનાં ગયા બાદ અમુક કલાક બાદ માથામાં તેલ લગાવી શકાય છે.
પાણીથી સાફ સફાઈ
એવી માન્યતા છે કે પતિના ઘરથી બહાર ગયા બાદ પાણીથી સાફ સફાઈથી બચવું જોઈએ. ઘરમાં પાણી નાંખીને સફાઈ ત્યારે કરવામાં આવે છે, જ્યારે ઘરમાં કોઈ અણબનાવ બને છે. એટલા માટે પતિનાં ગયા બાદ ભૂલથી પણ આમ કરવાથી બચો.
ભીના વાળમાં સેથો ન પુરવો
વિવાહિત મહિલાઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભીના વાળમાં ભૂલથી પણ સેથો ન પુરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ભીના વાળમાં સિંદૂરનાં વહી જવાનો ડર રહે છે, જે અશુભ છે. વાળનાં સુકાઈ ગયા બાદ જ સેથો પુરવો જોઈએ.
શ્રુંગાર ન ઉતારો
પરીના બહાર ગયા બાદ મહિલાઓએ આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ અચાનકથી બંગડીઓ કે ચાંદલો ન ઉતારે. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. થોડો સમય વીત્યા બાદ જ આ કામ કરો.