બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:40 PM, 7 August 2024
નોઈડાના ગાર્ડન ગેલેરિયા મોલમાં પતિ-દિયર સાથે ખરીદી કરવા આવેલી એક મહિલાને એવો કડવો અનુભવ થયો કે ન પૂછો વાત. મહિલા પતિ અને દિયર સાથે મોલની બહાર ઊભી હતી ત્યારે એક છોકરો અને છોકરી ત્યાં આવી હતી અને મહિલાને એક રાતનો ભાવ પૂછવા લાગ્યું હતું. આ સાંભળીને મહિલા ડઘાઈ હતી પછી તેમણે તેમની સાથે ઝગડો કરતાં ટોળું ભેગું થઈ ગયું હતું.
ADVERTISEMENT
राजधानी #लखनऊ के बाद शो विंडो सिटी #नोएडा से महिला के साथ छेड़छाड़ और अभद्रता की ख़बर सामने आ रही है।पीड़ित महिला न्याय माँग रही है आपसे मुख्यमंत्री @myogiadityanath जी, क्या न्याय मिलेगा ?
— Mamta Tripathi (@MamtaTripathi80) August 6, 2024
चूँकि आरोपी रसूखदार हैं इसलिए मुमकिन है कि FIR ना हो और बुलडोज़र चलने की तो कोई उम्मीद… pic.twitter.com/mKZD3Xlzjj
વીડિયોમાં મહિલાએ કહ્યો આખો અનુભવ
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં મહિલા સામે પક્ષે ગંભીર આરોપ લગાવતી જોવા મળી રહી છે. વીડિયો જીઆઈપી ચોકની બહારનો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે બંને પક્ષોએ પોલીસમાં ફરિયાદ કરી નથી. આ ઘટના રવિવારે બની હતી અને વીડિયોમાં મહિલા રડી રહી છે અને પોતાની અગ્નિપરીક્ષાનું વર્ણન કરી રહી છે. મહિલાએ જણાવ્યું કે જ્યારે પુરુષે તેને રેટ પૂછ્યો તો તેનો પતિ અને દિયર ગુસ્સે થઈ ગયા અને પછી ઝઘડો થયો.
लिजिए सुन लिजिए न्याय मांगने से पहले @MamtaTripathi80 pic.twitter.com/1IAfKkpzUe
— Yogesh Rana (@ranayogesh365) August 6, 2024
મહિલાએ હવે કરી સમાધાનની વાત
હવે મહિલાએ એક નિવેદનમાં કહ્યું છે કે, "મારું નામ મંજુ છે. ગઈકાલે 4 તારીખે હું અને મારા પતિ ગાર્ડન ગેલેરિયામાં ગયા હતા. ત્યાં અમારે એક જૂથ સાથે બોલાચાલી થઈ હતી. મામલો વધી ગયો હતો. ત્યાર બાદ પોલીસકર્મી આવ્યો હતો. અને પરસ્પર સંમતિથી ગ્રૂપને પોસ્ટ પર લઈ ગયો જે મેં ગઈકાલે પોસ્ટ કર્યો હતો તે કદાચ કોઈના દબાણ હેઠળ હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.