બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / પોલીસ કમિશનરે ફ્લેટ પર બોલાવીને 17 વર્ષ નાની પોલીસવાળી સાથે શારીરિક સંબંધ બાંધ્યો, હડકંપ
Last Updated: 04:30 PM, 19 September 2024
હવસમાં ભલભલા ભાન ભૂલી જતાં હોય છે તેમાંથી કોઈ પણ બાકાત નથી પછી ભલેને ગમે તેટલો મોટો માણસ કેમ ન હોય? હવસે ઉપડે પછી હોદ્દો પણ ભૂલી જવાતો હોય છે અને ઈચ્છા પાર પાડે જ છૂટકો. પોલીસ બેડાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. હકીકતમાં એક પોલીસ કમિશનર હવસમાં ભાન ભૂલ્યાં હતા અને પોતાનાથી 17 વર્ષ નાની પોલીસ અધિકારી સાથે શારીરિક સંબંધો બાંધતા વિવાદ થયો હતો. મામલો બ્રિટનના વેસ્ટ યોર્કશાયરમાં કોરોના મહામારી વખતનો છે. પોલીસ કમિશનર ડેનિયલ ગ્રીનવૂડે રુકી પોલીસમેન સાથે સેક્સ કરવા માટે કોરોનાના નિયમો તોડ્યાં હતા. ડેનિયલ ગ્રીનવૂડે ટ્રેઇની કોન્સ્ટેબલ સાથે ગેરકાયદેસર સંબંધ રાખીને પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો. તેણે તેણે ટ્રેઈની કોન્સ્ટેબલને પોતાના ફ્લેટ પર બોલાવી હતી અને ત્યાં તેની સાથે સંબંધો બાંધ્યાં હતા.
ADVERTISEMENT
અંગત પળોનો વીડિયો બનાવ્યો જે ગળાની ફાંસ બન્યો
પોલીસ અધિકારીએ પોતાની અંગત પળોનો વીડિયો બનાવ્યો અને ઘણા ફોટોગ્રાફ્સ પણ મેળવ્યા જોકે આ વીડિયો અને ફોટા તેના ગળાની ફાંસ બની ગયાં હતા. તેણે 2020 અને 2021 વચ્ચે તેના ફ્લેટમાં તેની છેડતી કરી હતી. તાલીમાર્થી પોલીસ મહિલા તેના બોસ કરતા 17 વર્ષ નાની હતી. અને તેણે પોતાની તે તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કમિશનરની કારકિર્દીનો અંત લાવવાનો જીવતો પુરાવો આપ્યો હતો. જોકે, ગ્રીનવુડે 20 વર્ષની સેવા બાદ તેમની સામે કેસ દાખલ થતાં જ રાજીનામું આપી દીધું હતું. જેમાં હવે કોર્ટ અંતિમ નિર્ણય લેશે.
ADVERTISEMENT
ટ્રેઇની પોલીસમેન સાથે મસ્તી કરતો વીડિયો વાયરલ
પોલીસ કમિશનરનો ટ્રેઈની કોન્સ્ટેબલ સાથે મસ્તી કરતો વીડિયો પણ વાયરલ થયો હતો જે પછી ભારે હોબાળો થતાં તેમણે હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. હાલ તેમની સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ ઘટના પર ભારે ચર્ચા જાગી હતી. એક પોલીસ કમિશનર જેવા મોટા વ્યક્તિ અને તે પણ કોરોના મહામારીમાં આવું કામ કરે તે ઘટનાથી લોકોને ભારે નવાઈ લાગી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.