બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : પાટીદારે પિંકી પ્રજાપતિની હત્યા કરીને મહિનાઓ સુધી લાશ ફ્રિજમાં છુપાવી, દુર્ગંધે ખોલ્યો ભેદ
Last Updated: 04:23 PM, 11 January 2025
મધ્યપ્રદેશના દેવાસમાં સનસનાટી મચાવતી એક ઘટના સામે આવી છે જેમાં પ્રેમીએ તેની લિવ ઈન પાર્ટનરની હત્યા કરીને લાશ મહિનાઓ સુધી ફ્રિજમાં મૂકી રાખી હતી. પ્રેમીનું નામ સંજય પાટીદાર અને મૃતકનુ નામ પિંકી પ્રજાપતિ છે. લાશ સડી જતાં દુર્ગંધ ફેલાતાં આ મામલો બહાર આવ્યો હતો.
ADVERTISEMENT
SHOCKING! HORRIFIC!
— Ashwini Shrivastava (@AshwiniSahaya) January 10, 2025
5-yr-old Live-in Relationship, Body Dumped in Fridge For 9 Months, Case Revealed Today After Power Outage!
A young woman's body mysteriously found inside a fridge in a locked room at Vrindavan Dham Colony, Dewas, Madhya Pradesh.
The incident came to light… pic.twitter.com/b8uv7t8xlp
શું હતું હત્યાનું કારણ
ADVERTISEMENT
લિવ-ઈન રિલેશનશિપમાં રહેલી પિંકી પ્રજાપતિએ સંજયને લગ્ન માટે દબાણ કર્યું હતું આથી તંગ આવીને સંજય પાટીદારે તેના મિત્રનો સાથ લઈને હત્યા કરીને લાશ ફ્રિજમાં છુપાવી દીધી હતી.
લાઈટ જતાં ફ્રિજ બંધ થયું અને દુર્ગંધ આવતાં મામલો સામે આવ્યો
ઉજ્જૈનના મૌલાના ગામનો સંજય પાટીદાર તેની લિવ-ઈન પાર્ટનર પ્રતિભા ઉર્ફે પિંકી પ્રજાપતિ સાથે ધીરેન્દ્ર શ્રીવાસ્તવના ઘરે જુલાઈ 2023થી રહેતો હતો. સંજયે જૂન 2024માં ઘર ખાલી કર્યું હતું, પરંતુ તેણે ઘરના બે રૂમ ખાલી કર્યા ન હતા. મકાનમાલિકને કહ્યું કે મેં કેટલીક વસ્તુઓ રાખી છે અને પછી આવીને લઈ જઈશ. તે ઈન્દોરમાં રહેતા મકાનમાલિકને તેનું ભાડું ઓનલાઈન ટ્રાન્સફર કરી રહ્યો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પાવર કટ થયા પછી ફ્રીજ બંધ થઈ જતાં દુર્ગંધ આવવા લાગી હતી. આ પછી નવા ભાડૂઆતે મકાન માલિકને બોલાવીને ફ્રિજ ખોલતાં અંદરથી પિંકીની લાશ મળી આવી હતી જે પછી પોલીસને બોલાવાઈ હતી.
માતાને હાર્ટ એટેક આવ્યો હોવાથી પિંકી ઘેર ગઈ
લોકોને એ વાતની ખબર હતી કે સંજય અને પિંકી લિવ ઈનમાં રહે છે, તેથી જ્યારે પિંકી ગાયબ માલૂમ પડી ત્યારે પૂછપરછ કરતાં સંજયે એવું બહાનુ કાઢ્યું કે તેની માતાને હાર્ટ એટેક આવ્યો હોવાથી તે ઘેર ગઈ છે.
આરોપી સંજય પાટીદારે શું ખુલાસો કર્યો
આરોપી સંજય પાટીદારે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે તેની લિવ-ઈન પાર્ટનર પ્રતિભાની હત્યાનો પ્લાન ઈંગ્લેન્ડમાં રહેતા તેના મિત્ર વિનોદ દવે સાથે મળીને ઘડ્યો હતો. માર્ચ 2024માં પ્રતિભાનું ગળું દબાવીને લાશને રેફ્રિજરેટરમાં મૂકી દેવામાં આવી હતી. ફ્રિજને કાપડથી ઢાંકી દેવામાં આવ્યું હતું. આરોપીએ એવું પણ કહ્યું કે પિંકી તેને લગ્ન માટે સતત દબાણ કરતી હતી પરંતુ તે લગ્ન માટે તૈયાર નહોતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT