બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન, 27 વર્ષ મોટા રાજકારણીની બની બીજી પત્ની, આજે કરોડોની માલિક

photo-story

8 ફોટો ગેલેરી

મનોરંજન / પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન, 27 વર્ષ મોટા રાજકારણીની બની બીજી પત્ની, આજે કરોડોની માલિક

Last Updated: 05:19 PM, 6 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સિનેમા જગતમાં ઘણા સ્ટાર્સ છે જેઓ બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે અને પછી મુખ્ય ભૂમિકામાં દેખાય છે. એક એવી અભિનેત્રી છે જેણે જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, છતાં તે સફળતાની સીડી ચઢી અને આ ઇડસ્ટ્રીમાં ફેમસ અભિનેત્રીઓની યાદીમાં પોતાનું નામ સામેલ કર્યું, ચાલો જાણીએ કોણ છે તે હસીના? (Photo: instagram/radhika_kumarswamy)

1/8

photoStories-logo

1. બાળ કલાકાર તરીકે શરૂઆત

ઘણી અભિનેત્રીઓ બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે, અને પછીથી મુખ્ય ભૂમિકાઓમાં દેખાય છે. આવી જ એક અભિનેત્રી રાધિકા કુમારસ્વામી છે, જેમણે સાઉથ ફિલ્મ ઇડસ્ટ્રીમાં મોટું નામ કમાવ્યું છે. જોકે તેનું અંગત જીવન ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. રાધિકા કુમારસ્વામી

રાધિકા કુમારસ્વામીનો જન્મ નવેમ્બર 1986ના એક તુલુ ભાષી પરિવારમાં થયો હતો. તેના લગ્ન 2000માં રતન કુમાર સાથે થયા હતા જ્યારે તેણી માત્ર 14 વર્ષની હતી. જોકે આ લગ્ન ઘણા વિવાદોથી ઘેરાયેલા રહ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. રાધિકાના પિતા પર આરોપ

લગ્ન પછી તેના પતિ રતન કુમારે રાધિકાના પિતા પર અપહરણનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો હતો કે તેઓ લગ્નનો ખુલાસો કરવા માંગતા ન હતા કારણ કે તેનાથી રાધિકાના ફિલ્મી કરિયર પર અસર પડી હોત. થોડા સમય પછી, રાધિકાની માતાએ લગ્નનો અંત લાવવાની વાત કરી. તેમણે દાવો કર્યો હતો કે રતન કુમારે તેમની પુત્રી સાથે બળજબરીથી લગ્ન કર્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ફિલ્મી કરિયર પર ધ્યાન

રાધિકાના પિતાએ પણ રતન કુમાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે રતને તેની પુત્રીને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે જ વર્ષે રતન કુમારનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. આ ઘટના પછી રાધિકાએ તેના ફિલ્મી કરિયર પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને કન્નડ ઉદ્યોગમાં પોતાને સ્થાપિત કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. એચ.ડી.કુમાસ્વામી સાથે લગ્ન

વર્ષ 2006 માં રાધિકાએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી એચ.ડી.કુમાસ્વામી સાથે લગ્ન કર્યા. જેને કારણે તેણી ફરી એકવાર ચર્ચામાં આવી. કારણ કે કુમારસ્વામી તેના કરતા 27 વર્ષ મોટા હતા. આ બંનેના બીજા લગ્ન હતા, અને રાધિકાના પિતા આ સંબંધની વિરુદ્ધ હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. કુમારસ્વામી

એચ.ડી. કુમારસ્વામી કર્ણાટકના મુખ્યમંત્રી રહ્યા છે, આ લગ્નથી રાધિકા અને કુમારસ્વામીને એક પુત્રી છે, જેનું નામ શમિકા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. રાધિકા

રાધિકાએ માત્ર અભિનેત્રી તરીકે જ નહીં પરંતુ ફિલ્મ નિર્માતા તરીકે પણ સફળતા મેળવી છે. તેણે શમિકા એન્ટરપ્રાઇઝના નામથી અભિનેતા યશ અભિનીત ફિલ્મ 'લકી'નું નિર્માણ કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. કરોડોની સંપત્તિ

અહેવાલો અનુસાર રાધિકા કુમારસ્વામીની કુલ સંપત્તિ 124 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે જ્યારે તેમના પતિ એચ.ડી. કુમારસ્વામીની સંપત્તિ 44 કરોડ રૂપિયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

south film industry Radhika Kumaraswamy Entertainment

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ