બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / marriage the bride ran away from her in laws house

ગજબ / જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે તારી પાસે આવીશ, નહીંતર...સુહાગરાતના દિવસે પતિને ઊંઘની ગોળી ખવડાવી ફરાર થઈ દુલ્હન

Pravin

Last Updated: 06:02 PM, 15 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના કૈમૂર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં જોઈએ તો, લગ્ન કરીને સાસરિયે આવેલી દુલ્હન બે દિવસ બાદ પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી.

  • બિહારમાંથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો
  • સુહાગરાતના દિવસે જ પતિને બેભાન કરી ભાગી ગઈ
  • રોકડ રૂપિયા અને ઘરેણા લઈ ફરાર થઈ ગઈ

 

બિહારના કૈમૂર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં જોઈએ તો, લગ્ન કરીને સાસરિયે આવેલી દુલ્હન પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. જતાં જતાં તે ઘરમાંથી 30 હજાર રૂપિયા અને ઘરેણાં પણ લઈ ગઈ હતી. ખાસ વાત તો એ છે કે, ફરાર થતાં પહેલા તેણે પતિને ઊંઘની ગોળીઓ આપી હતી. આ ઘટના બાદ ભભુઆ પોલીસ સ્ટેશનમાં પતિએ ફરિયાદ નોંધાવી છે. 

પતિને ઊંઘની ગોળીઓ ખવડાવી ફરાર થઈ ગઈ

આ કિસ્સો ભભુઆ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા સિવોં ગામનો છે. અહીં મનોહર પ્રજાપતિના દિકરા અમિત કુમારે 09 મેના રોજ રોહતાસ જિલ્લાના કરહગર પોલીસ સ્ટેશન વિસ્તારના અવધેશ પ્રજાપતિની દિકરી સાથે ધૂમધામથી લગ્ન થયા હતા. 10મેના રોજ અમિત પોતાની દુલ્હન સાથે લગ્ન કરીને ગામડે લઈ આવ્યા હતા. ઘરમાં ખુશીનો માહોલ હતો.  પણ કોઈનેય ખબર નહોતી કે, દુલ્હનના મગજમાં કઈ રમત ચાલે છે. સુહાગરાતના દિવસે પોતાના પતિએ ઊંઘની ગોળીઓ ખવડાવી દીધી, જેના કારણે તે સુતો રહ્યો અને દુલ્હન ફરાર થઈ ગઈ. 

30 હજાર રોકડા અને ઘરેણા લઈ પ્રેમી સાથે ભાગી ગઈ

એટલું જ નહીં પરિવારના લોકો કામથી ઘર બહાર ગયા હતા, તેણે ઘરમાં રાખેલી જ્વેલરી અને 30 હજાર રોકડ રકમ ઉઠાવી ગઈ અને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. નવી પરણીને આવેલી દુલ્હનના પતિ અમિત કુમાર સાથે વાત કરતા કહ્યું કે, 12 મેના રોજ ઘરમાં રાખેલા ઘરેણા અને રોકડ રકમ લઈને પત્ની પ્રીતિ કુમારી પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. તેના 24 કલાક બાદ મને વીડિયો કોલ કર્યો અને કહ્યું કે, જ્યારે મારી ઈચ્છા થશે, ત્યારે તારી પાસે આવીશ અને જો નહીં થાય તો નહીં આવું.

પોલીસે મોબાઈલ ટ્રેક કરી લોકેશનના આધારે તપાસ હાથ ધરી

આ ઘટના બાદ ભભુઆ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. જો કે, આ મામલે પોલીસે લુટેરી દુલ્હનનો મોબાઈલ નંબર સર્વિલાંસ પર રાખ્યો અને લોકેશનની જાણકારી મેળવી લીધી છે. જેવું પોલીસને દુલ્હનનું પરફેક્ટ લોકેશન મળશે, તેની ધરપકડ કરવામાં આવશે. બીજી બાજૂ પ્રીતિના મા બાપ સાથે પોલીસે સંપર્ક કર્યો તો, તેમણે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Crime News Marriage luteri dulhan દુલ્હન બિહાર વરરાજા Bihar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ