સંકટ /
ગુજરાતમાં અહીં 'હનુમાનજી' પ્રેમી યુગલોનાં લગ્ન કરાવી આપે છે, હવે મંદિર સંકટમાં
Team VTV08:38 PM, 19 Jun 19
| Updated: 08:40 PM, 19 Jun 19
જે પ્રેમી યુગલ આ મંદિરમાં લગ્ન કરે તેનું દામ્પત્ય જીવન સુખી હોય અને તેનાં સંસારમાં કોઈ મુશ્કેલીઓ પડતી નથી તેવી તેમની માન્યતા છે. ભગવાનનાં આ આશિર્વાદ મેળવવા જુદા-જુદા રાજ્યોમાંથી લોકો લગ્ન કરવા છેક અહીં આવે છે. અમદાવાદમાં લગનિયા હનુમાનજીનું મંદિર ખુબ જ જાણીતું છે. પ્રેમી યુગલ પ્રેમ વિવાહ કરવા ઘરથી ભાગી જવાના બદલે હનુમાનજીનાં આશિર્વાદ લઈને લગ્ન કરીને સુખી દામ્પત્ય જીવનની શરૂઆત કરે છે.
હનુમાનજી અને વળી લગ્ન કરાવી આપનારા હનુમાનજી? કદાચ આ પ્રાસ સમજવામાં તમને મનમાં થોડી ગૂંચ ઊભી છે. પરંતુ હાં અમદાવાદમાં આવેલું લગનિયા હનુમાનજી (Laganiya Hanuman) નું મંદિર ઘણુ જાણીતું છે. પરંતુ આ મંદિર પર આજકાલ સંકટ ઘેરાયું છે. પ્રેમ લગ્નનાં પ્રતીક સમાન આ લગનિયા હનુમાન મંદિરને તોડી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો મંદિરનાં પૂજારીએ આક્ષેપ કર્યો છે. પૂજારીએ મંદિરની રક્ષા માટે કલેક્ટર અને પોલીસ પાસે મદદનો હાથ લંબાવવો પડ્યો છે.
આપણો સમાજ, ઘર કે પરિવાર મોટા ભાગે પ્રેમ લગ્ન કરનારને તિરસ્કારની નજરે જોવે છે. પરંતુ આવા પ્રેમી યુગલ આ હનુમાનિયા મંદિરમાં આવીને હનુમાનજીનાં આશિર્વાદ લઈને સાતેય ભવનાં બંધનમાં બંધાઈ જાય છે. કારણ કે આ મંદિરમા કોઈ જાતિ કે ધર્મ ભેદભાવ રાખવામાં આવતો નથી. કહેવાય છે કે ભૂંકપ પછી આ મંદિરમાં પ્રેમલગ્નની પ્રથા શરૂ થઈ. આ પરિસરમાં પહેલાં કોર્ટ હતી. ત્યારે લોકો લગ્ન કરવા આવતા હતાં. ત્યાર બાદ કોર્ટેને બીજે સ્થળે ખસેડવામાં આવી અને પ્રેમ લગ્નની જવાબદારી હનુમાનજીએ લીધી.
જે પ્રેમી યુગલ આ મંદિરમાં લગ્ન કરે તેનું દામ્પત્ય જીવન સુખી હોય અને તેનાં સંસારમાં કોઈ મુશ્કેલીઓ પડતી નથી તેવી તેમની માન્યતા છે. ભગવાનનાં આ આશિર્વાદ મેળવવા જુદા-જુદા રાજ્યોમાંથી લોકો લગ્ન કરવા છેક અહીં આવે છે. અમદાવાદ (Ahmedabad) માં લગનિયા હનુમાનજીનું મંદિર ખુબ જ જાણીતું છે. પ્રેમી યુગલ પ્રેમ વિવાહ કરવા ઘરથી ભાગી જવાના બદલે હનુમાનજીનાં આશિર્વાદ લઈને લગ્ન કરીને સુખી દામ્પત્ય જીવનની શરૂઆત કરે છે.
આ પ્રેમનું પ્રતિક મંદિર હાલ વિવાદમાં આવ્યું છે. અમદાવાદમાં પ્રખ્યાત મંદિરોની સરખામણીમાં આ મંદિરનાં પુજારી બાહ્ય દબાણનાં કારણે મંદિરનું સમારકામ કરી શકતા નથી. 10 હજારથી વધુ પ્રેમ વિવાહ કરાવનાર આ મંદિર પર સંકટ આવ્યું છે. પ્રેમ લગ્નનાં વિરોધી અને રાજકીય આગેવાનો આ મંદિરને તોડી પાડવા માંગે છે તેઓ આક્ષેપ મંદિરનાં પૂજીરી કરી રહ્યાં છે.
કેમ કે અહીં પ્રેમલગ્ન કરનારાઓમાં કેટલાંક રાજકીય આગેવાન કે ઉચ્ચ અધિકારીનાં સંતાનનો પણ સમાવેશ થાય છે. જેથી પ્રેમનો તિરસ્કાર કરનાર વિરોધીઓએ મંદિરનો તિરસ્કાર કરીને તેને તોડી પાડવાનું ષડયંત્ર શરૂ કર્યુ હોવાનો પુજારીએ આક્ષેપ કર્યો છે. બે યુવા હૈયા વચ્ચે પ્રેમનો વિરોધ તો આપણે જોયો હશે. પરંતુ હવે જાણે પ્રેમ મંદિરનો પણ વિરોધ થઈ રહ્યો હોય તેમ આ મંદિર પ્રત્યે આયોજિત રીતે તિરસ્કાર ઊભો કરાઈ રહ્યો છે. ત્યારે હવે લગનિયા હનુમાન મંદિરને બચાવવા માટે પૂજારીએ કલેક્ટર કચેરી અને પોલીસ સ્ટેશનનાં દરવાજા ખખડાવ્યાં છે.