બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / લગ્નની રસમમાં શોભિતા ધુલીપાલાનો ટ્રેડિશનલ અવતાર, 'પેલી કુથુરૂ' ની ઝલક ચાહકો માટે કરી શેર
Last Updated: 05:13 PM, 2 December 2024
સાઉથની મૂવી જોવી તમામ લોકોને ખૂબ પસંદ આવે છે. અત્યારે તો નવી સાઉથની મૂવી કોઈ પણ હોય તે હિન્દીમાં પણ રિલીઝ થતી હોય છે. જેથી દક્ષિણ સિનેમાના અનેક એવા કપલ છે જેઓના ચાહકવર્ગ આખી દુનિયામાં છે. તો આજકાલ દક્ષિણ સિનેમાના પ્રખ્યાત દંપતી નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલા ખૂબ ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાં જ તેમણે પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. આ દરમિયાન કપલ પોતાના પરિવાર સાથે ધાર્મિક વિધિ કરતા પણ જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
શોભિતા ધૂલીપાલાએ તેના સોશિયલ મીડિયા પર સંસ્કૃતિ સાથે જોડાયેલા ફોટા શેર કર્યા છે. જેમાં તે લાલ સાડીમાં જોવા મળી રહી છે અને પરંપરાગત સાડી અને જ્વેલરી પહેરેલી દેખાઇ છે. તેણે ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું, 'પેલ્લી કુથુરુ'. તમને જણાવી દઈએ કે પેલી કૂથુરુ એ દક્ષિણ ભારતીય પૂર્વ લગ્ન સમારંભ છે. તે તેલુગુ ભાષી લોકો માટે એક રિવાજ છે.
ADVERTISEMENT
તસવીરો વિશે વાત કરીએ તો, શોભિતાએ આ સમારંભમાં લાલ રંગની સાડી સાથે ફુલ સ્લીવ બ્લાઉઝ પહેર્યું હતું. એક ફોટોમાં પરિવારના સભ્યો તેના પગ પર હળદર લગાવતા જોવા મળે છે અને એક તસવીરમાં બધા તેને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યા છે.
જો કે ફોટોમાં તે હાથમાં બંગડીઓની ટોપલી પકડીને ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીના ફોટા પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, 'શોભ તમે સૌથી સુંદર છો'. જ્યારે એકે લખ્યું હતું કે, 'તમે જે પણ પહેરો છો, તમે હંમેશા સુંદર લાગો છો'.
આ દંપતીએ આ વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી, તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા. સગાઈ સુધી આ દંપતીએ તેમના સંબંધોને ખાનગી રાખ્યા હતા. તાજેતરમાં જ નાગા ચૈતન્યએ ઝૂમને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'છેલ્લા કેટલાક મહિનામાં શોભિતા અને તેના પરિવારને જાણીને ખૂબ જ આનંદ થયો. હું ખરેખર લગ્નના દિવસની રાહ જોઈ રહ્યો છું અને ઉત્સાહિત છું, તમામ ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ રહ્યો છું અને પરિવારોને એકસાથે આવતા જોઈ રહ્યો છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.