Markets closed in Ranpur, Surendranagar in protest of murder of Maldhari youth, Home Minister to meet family of deceased
પડઘા /
માલધારી યુવકની હત્યાના વિરોધમાં રાણપુર,સુરેન્દ્રનગરમાં બજારો બંધ, ગૃહમંત્રી મૃતકના પરિવાર સાથે કરી મુલાકાત
Team VTV01:27 PM, 28 Jan 22
| Updated: 02:23 PM, 28 Jan 22
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવકની અજાણ્યા શખ્સોએ કરેલી હત્યામાં ઘેરા પ્રત્યાઘાત પડતાં છે.જેનાભાગરૂપે રાજ્યનાં ગૃહમંત્રી આજે ધંધુકા ખાતે જવા રવાના થયા છે
ધંધુકામાં યુવકની હત્યાનો મામલો
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધંધુકા જવા રવાના
ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધંધુકા જવા રવાના
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવકની અજાણ્યા શખ્સોએ કરેલી હત્યામાં રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બીજી તરફ આ મામલે રાજ્યનાં ગૃહમંત્રી આજે ધંધુકા ખાતે જવા રવાના થયા છે.ત્યારબાદ ગૃહમંત્રી સમગ્ર ઘટના મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરશે. આ સાથે ગૃહમંત્રી મૃત પામનાર યુવાનના ઘરના પરિવાર સાથે બેઠક કરશે. આ વાતની જાણકારી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી હતી. તેમણે કહ્યું કે, 'હું તેમના પરિવારને ખાતરી આપું છું કે, તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે.
ધંધુકાના યુવકની હત્યા મામલે મોટો ખુલાસો
અમદાવાદના ધંધુકામાં યુવકની હત્યા મામલે મામલે હવે સૌથી મોટો ખુલાસો થયો છે. કિશન બોળિયાની હત્યામાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની સંડોવણી સામે આવી છે. હત્યારાઓને ઘટનાને અંજામ આપવા માટેના હથિયાર અમદાવાદના મૌલવીએ આપ્યા હોવાનું સામે આવ્યું છે. ષડયંત્રના ભાગરૂપે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
માલધારી યુવકની હત્યાના પડઘા બોટાદ અને સુરેન્દ્રનગર
ધંધુકાના માલધારી યુવકના હત્યા પડધા સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ જોવા મળ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા આજે સ્વૈચ્છિક બંધનું એલાન કરતાં સવારથી જ સુરેન્દ્રનગર શહેરના બજારો બંધ જોવા મળ્યાં હતાં. બાદમાં પોલીસે ધંધો અને રોજગાર શરૂ રાખવા અપીલ કરી હતી.બાદમાં શહેરની બજારોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.જ્યારે બીજી બાજુ બોટદના રાણપુર ખાતે પણ આ મામલે હિન્દુ સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને લઈને રાણપુર શહેર લોકો સ્વયંભૂ સજ્જડ બંધ જોડાયા હતાં આ સાથે મુસ્લિમ સમાજ દ્વારા પણ બંધને સમર્થન અપાયું હતું. બંધને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ધંધૂકામાં આજે સવારથી માહોલ શાંત છે. કેટલાક લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે જેથી SP સહિતના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.પોલીસ દ્વારા પણ મૃતકના આરોપીની શોધખોળ કરવામાં આવી છે, આરોપી ધરપકડની નજીકમાં છે જેને પકડીને જેલને હવાલે કરવામાં આવશે.