બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / માર્ક ઝૂકરબર્ગના નિવેદને વધારી Metaની મુશ્કેલી, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
Last Updated: 07:44 PM, 14 January 2025
Mark Zuckerberg India Election Remark: ઝુકરબર્ગે દાવો કર્યો હતો કે કોવિડ-૧૯ પછી ભારત સહિત મોટાભાગના દેશોની વર્તમાન સરકારોને ૨૦૨૪માં ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના પર અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે તેમનું નિવેદન હકીકતમાં ખોટું છે.
ADVERTISEMENT
ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ભારતની ચૂંટણીઓ સંબંધિત માર્ક ઝુકરબર્ગની ટિપ્પણીને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગે છે. હકીકતમાં મેટાના સ્થાપક માર્ક ઝુકરબર્ગ દ્વારા ચૂંટણીઓ પર કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે, ભારતની સંસદીય પેનલે કંપની વિરુદ્ધ સમન્સ જારી કરવાનો નિર્ણય લીધો છે. ભાજપના સાંસદ અને હાઉસ પેનલ ઓન કોમ્યુનિકેશન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ચેરમેન નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે ખોટી માહિતી ફેલાવવાના આધારે મેટાને સમન્સ પાઠવવામાં આવશે.
ADVERTISEMENT
નિશિકાંત દુબેએ એક્સ પરની એક પોસ્ટમાં કહ્યું, "લોકશાહી દેશ વિશે ખોટી માહિતી તેની છબીને ખરાબ કરે છે. આ ભૂલ માટે સંગઠને સંસદ અને અહીંના લોકોની માફી માંગવી જોઈએ."કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પરના તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે 2024 ની સામાન્ય ચૂંટણીમાં 64 કરોડથી વધુ ભારતીય મતદારોએ ભાગ લીધો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએએ ત્રીજી વખત સત્તા મેળવી. તેમણે કહ્યું કે ઝુકરબર્ગનો દાવો કે ભારત સહિત મોટાભાગની સરકારો કોવિડ-૧૯ મહામારી પછી ૨૦૨૪ની ચૂંટણી હારી ગઈ તે હકીકતમાં ખોટો છે.
ઝુકરબર્ગના નિવેદન પર વિવાદ
માર્ક ઝુકરબર્ગે એક પોડકાસ્ટમાં દાવો કર્યો હતો કે ભારત સહિત મોટાભાગની વર્તમાન સરકારોને 2024ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડશે. જે બાદ ભારત સરકાર દ્વારા આ નિવેદનને સખત રીતે નકારી કાઢવામાં આવ્યું હતું અને તેને ખોટી માહિતી ગણાવી હતી.
આ પણ વાંચોઃ ચર્ચામાં સાધ્વી / મનપસંદ પ્રેમને વશ કરવા સાધ્વી હર્ષાએ આપ્યો એવો મંત્ર, કે Video જોતા જ કરશો કમેન્ટનો વરસાદ
'ખોટી માહિતીથી બચવાની સલાહ'
વૈષ્ણવે મેટા અને ઝુકરબર્ગ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ભારતે કોવિડ-19 દરમિયાન 80 કરોડ લોકોને મફત ભોજન અને 2.2 અબજ રસી પૂરી પાડી. પ્રધાનમંત્રી મોદીનો ત્રીજી વખત વિજય જનતાના વિશ્વાસ અને સુશાસનનો પુરાવો છે. તેમણે મેટા અને ઝુકરબર્ગને તથ્યો અને વિશ્વસનીયતા જાળવવા અપીલ કરી. તમને જણાવી દઈએ કે સંસદીય પેનલ દ્વારા મેટા વિરુદ્ધ સમન્સ જારી કરવું દર્શાવે છે કે સરકાર આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.