બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / માર્ક ઝુકરબર્ગના હાથમાં દેખાઇ વિશ્વની સૌથી પાતળી વૉચ, કિંમત જાણશો તો આંખો પહોળી થઇ જશે
Last Updated: 03:23 PM, 11 December 2024
મેટા/ ફેસબુકના (META/ Facebook) સીઈઓ આમ તો અવાર નવાર સમાચારમાં રહેતા હોય છે. આમ તો તે મોટા ભાગે સાવ સિમ્પલ આઉટફિટમાં નજર આવતા હોય છે. જ્યારે તેઓ અનંત અંબાણીના લગ્ન પ્રસંગે ભારત આવતા હતા ત્યારે તેઓ અનંત સાથે તેની વૉચ વિશે વાત કરતાં નજર પડ્યા હતા કહેવાય છે કે ત્યારથી તેમને પણ લકઝરી વૉચ પહેરવાનો શોખ થયો હતો અને હાલ તેઓ દુનિયાની સૌથી પાતળી સ્માર્ટ વૉચ પહેરેલા નજર આવ્યા હતા.
ADVERTISEMENT
ક્રેડિટ કાર્ડથી પાતળી વૉચ
ADVERTISEMENT
માર્ક ઝૂકરબર્ગ એક વિડીયોમાં જે સ્માર્ટ વૉચ પહેરેલા નજરે પડે છે, તે Bulgari Octo Finissimo Ultra COSC બ્રાન્ડની વૉચ છે જેની જાડાઈ માત્ર 1.7 mm છે. જ્યારે તેની સાથે ક્રેડિટ કાર્ડ રાખ્યું ત્યારે તે તેનાથી પણ પાતળી હતી. માર્ક દ્વારા શેર કરેલ એ વિડીયોમાં તે AI વિશે વાત કરી રહ્યા છે. પણ તે વિડીયોમાં બધાનું ધ્યાન તેમના હાથમાં રહેલી ગ્રે કલરની વૉચ પર હતું, જે ઝૂકરબર્ગના હાથમાં જોવાયા પછી સમાચારમાં છે.
કિંમત સાંભળીને ચોંકી જશો
માર્કે પહેરેલી Octo Finissimo Ultra COSC કંપનીની સ્માર્ટ વૉચની કિંમત 590,000 ડોલર છે એટલે કે આશરે 5 કરોડ રૂપિયાથી પણ વધુ. દુનિયામાં આ વૉચના માત્ર 20 જ પીસ બનાવાયા છે, અને દરેક વૉચને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે જે ઓટોમેટિક રીતે સેટ થાય છે. બલ્ગારી ( Bulgari) બ્રાન્ડે આ વૉચમાં કુલ 170 કમ્પોનન્ટ તૈયાર કર્યા છે જે ખાસ કેસ સાથે જ કામ કરે છે.
વધુ વાંચો: ક્યાંક તમારું પાનકાર્ડ ડિએક્ટિવેટ તો નથી થઇ ગયું ને? ફટાફટ આ રીતે ચેક કરો
દુનિયાની સૌથી પાતળી વૉચ
વૉચ એક્સપર્ટે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે આવી એન્જીનિયરીંગ વૉચ બનાવવા માટે ઘણી કસોટીઓનો સામનો કરવો પડતો હોય છે. આના પાર્ટસ ભેગા કરીને લગવવાના નથી હોટ, આની પાછળ એક મોટો વિચાર હોય છે. તેમણે કહ્યું કે, "ટ્રેડિશનલ વૉચમાં કંપોનેન્ટ વર્ટીકલ હોય છે એટલે આટલી પાતળી ઘડિયાળ તેમ બની શકે નહીં. Bulgari એ તેના કંપોનેન્ટને એક ફ્લેટ ઢાંચામાં ઢાળવા હોરીઝૉન્ટલ અપ્રોચ લેવો પડ્યો હતો."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT