ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ ના કારણે વિશ્વના શેરબજારને અસર પહોંચી છે. જેમા ભારતીય શેરબજારમાં પણ સેલિંગ બિઝનેસ થઈ રહ્યો છે. જ્યારે પણ વૈશ્વિક સ્તરે કંઈક થાય છે ત્યારે તેની અસર વિશ્વના અબજોપતિઓની યાદી પર પડે છે.
યાદીમાં મોટી ઉથલપાથલ
અત્યારે કંઈક આવું જ બન્યું છે. જેને લઇને વિશ્વના અબજોપતિની યાદીમાં મોટી ઉથલપાથલ થઈ છે. આ ઉલટફેર ભારતીય અબજોપતિઓ સાથે પણ થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સે 4 ઓક્ટોબર 2024ના રોજ વિશ્વના અબજોપતિઓની યાદી જાહેર કરી છે.
વિશ્વના ટોચના 10 અબજોપતિ
- વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એટલે કે પ્રથમ અબજોપતિનો તાજ ટેસ્લા અને સોશિયલ મીડિયા Xના માલિક ઇલોન મસ્કના માથે છે. મસ્કની નેટવર્થ $5.97 બિલિયન ઘટીને $256 બિલિયન થઈ.
- આ લિસ્ટમાં મેટાના ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝકરબર્ગનું નામ બીજા નંબર પર આવે છે. તેમની પાસે કુલ 206 બિલિયન ડોલરની સંપત્તિ છે.
- ટેક્નોલોજી ઉદ્યોગના જેફ બેઝોસનું નામ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 2.62 અબજ ડોલરથી ઘટીને 205 અબજ ડોલર થઈ છે.
- લૂઈસ વીટનના માલિક બર્નાર્ડ આર્નોલ્ટની કુલ સંપત્તિ $193 બિલિયન છે. તેમની પાસે કુલ 193 બિલિયન ડોલરની સંપત્તિ છે.
- લેરી એલિસન $179 બિલિયનની કુલ સંપત્તિ સાથે પાંચમા સ્થાને છે.
- માઈક્રોસોફ્ટના સીઈઓ બિલ ગેટ્સ વિશ્વના અબજોપતિઓની યાદીમાં છઠ્ઠા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 161 અબજ ડોલર છે.
- લેરી પેજની કુલ સંપત્તિમાં $64 મિલિયનનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ તેમની નેટવર્થ 150 બિલિયન ડોલર થઈ ગઈ છે. તે અબજોપતિઓની યાદીમાં 7મા સ્થાને છે.
વધુ વાંચો: એ દેવીમાં જેના પરચાએ બાદશાહ અકબરને ઝુકાવી દીધો, જ્યારે કાપેલું ગળું ફરી ઘડ સાથે જોડી ગયું હતું
- સ્ટીવ બાલ્મરની નેટવર્થ $213 મિલિયન ઘટીને $145 બિલિયન થઈ. તે આઠમા સ્થાને છે.
- શેરબજારના દિગ્ગજ રોકાણકાર વોરેન બફે નવમા સ્થાને આવી ગયા છે. હવે તેમની પાસે કુલ 143 અબજ ડોલરની સંપત્તિ છે.
- સર્ગેઈ બ્રિન અબજોપતિઓની યાદીમાં 10મા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 141 અબજ ડોલર છે.
બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ