બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:13 AM, 15 March 2025
Mark Carney on Trump : કેનેડાના વડા પ્રધાન તરીકે શપથ લેતાની સાથે જ માર્ક કાર્નેએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો અને નિવેદનોની ટીકા કરી છે. આ તરફ હવે બંને દેશો વચ્ચે મતભેદો ઉભા થયા છે. કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાના ટ્રમ્પના નિવેદનથી તેમનો ગુસ્સો સાતમ આસમાને પહોંચી ગયો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કેનેડા ક્યારેય કોઈપણ સ્વરૂપમાં અમેરિકાનો ભાગ નહીં બને. નોંધનિય છે કે, માર્ક કાર્ની કેનેડાના 24મા વડા પ્રધાન બન્યા છે. ટ્રમ્પના સત્તામાં પાછા ફર્યા પછી અમેરિકા સાથે બગડતા સંબંધો વચ્ચે તેમણે કેનેડાનો હવાલો સંભાળ્યો છે. કાર્ને જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે, જે છેલ્લા 10 વર્ષથી વડા પ્રધાન હતા.
ADVERTISEMENT
કાર્ને અગાઉ બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર જેવા મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે. તેઓ કેનેડિયન સંસદના સભ્ય નથી કે તેમણે અગાઉ રાજકારણમાં પ્રવેશ કર્યો નથી. આમ છતાં એક અઠવાડિયાથી ઓછા સમયમાં તેમણે વડા પ્રધાનપદની રેસમાં કેનેડાના ટોચના નેતાઓને હરાવ્યા હતા.
તમે ટ્રમ્પને ક્યારે મળશો?
ADVERTISEMENT
માર્ક કાર્નીનો શપથ ગ્રહણ સમારોહ રાજધાની ઓટ્ટાવાના રીડો હોલમાં યોજાયો હતો. આ પછી તેઓ હોલની બહાર આવ્યા અને લોકોને સંબોધિત કર્યા. તેમણે કેનેડાને જોડવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓને નકારી કાઢતા કહ્યું, કેનેડા મૂળભૂત રીતે એક અલગ દેશ છે. તેમણે એમ પણ કહ્યું કે, કેનેડા અમેરિકા પાસેથી આદરની અપેક્ષા રાખે છે. કોર્નીએ કહ્યું કે, હવે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને ત્યારે જ મળશે જો તેઓ કેનેડાની સાર્વભૌમત્વનો આદર કરશે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે, તેમની સરકાર ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે મળીને કામ કરવાના રસ્તા શોધી શકશે.
BREAKING: New Canadian Prime Minister Mark Carney is very clear to Trump moments ago:
— Ed Krassenstein (@EdKrassen) March 14, 2025
“I’ve been clear, that we will never, ever, in any way, shape or form, be part of the United States. America is not Canada!” pic.twitter.com/1QSbBYABhf
માર્ક કાર્નેએ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોની તાજેતરની ટિપ્પણીઓનો પણ જવાબ આપ્યો હતો. માર્કો રુબિયોએ શુક્રવારે સવારે કહ્યું કે, જો કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બનશે તો તે આર્થિક રીતે મજબૂત બનશે. આ અંગે કાર્નેએ કહ્યું, આવા નિવેદનો પાગલપન છે. આપણે ફક્ત એટલું જ કહી શકીએ છીએ.
વધુ વાંચો : સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અવકાશથી ઘરે પાછા ફરશે! સ્પેસએક્સે મિશન લોન્ચ કર્યું
કેનેડા અને અમેરિકા વચ્ચેના તફાવતો
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અમેરિકા અને કેનેડા વચ્ચેના તફાવતો ચરમસીમાએ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિશ્વભરના દેશો સાથે ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે અને કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 25% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. તેમણે કેનેડાને અમેરિકાનો ભાગ બનવા માટે ઘણી વખત ઓફર કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Sperm Race / આ દેશમાં યોજાવા જઇ રહી છે વિશ્વની પ્રથમ 'સ્પર્મ રેસ', ક્રિકેટની જેમ હજારો દર્શકો જોડાશે, જાણો ક્યારે
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.