સાઉથ આફ્રિકાનાં દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન માર્ક બાઉચર મુંબઈ ઇન્ડિયન્સનાં નવા હેડ કોચ બન્યા છે. જાણો વિગતવાર
માર્ક બાઉચર બન્યા મુંબઈ ઇન્ડિયન્સનાં નવા હેડ કોચ
પાંચ વાર IPLનો ખિતાબ જીત્યું છે મુંબઈ ઇન્ડિયન્સ
IPL 2022માં પ્રદર્શન રહ્યું હતું ખરાબ
માર્ક બાઉચર બન્યા મુંબઈ ઇન્ડિયન્સનાં નવા હેડ કોચ
પાંચ વાર IPLનો ખિતાબ પોતાના નામ કરનાર મુંબઈ ઇન્ડિયન્સે પોતાના નવા હેડ કોચ પસંદ કરી લીધા છે. ગત સીઝનમાં અત્યંત ખરાબ પ્રદર્શન બાદ શ્રીલંકાનાં દિગ્ગજ મહેલા જયવર્ધનની જગ્યાએ સાઉથ આફ્રિકાનાં દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન માર્ક બાઉચરને આ જવાબદારી સોંપવામાં આવી છે. ફ્રેન્ચાઈઝીએ પોતાના ઓફીશીયલ ટ્વીટર અકાઉન્ટ પર આ જાણકારી શેર કરી છે. તાજેતરમાં, બાઉચર દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ છે. જોકે તેમણે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે આવતા મહિને T20 વર્લ્ડ કપ બાદ સાઉથ આફ્રિકાની ટીમનો સાથે છોડશે.
પાંચ વાર IPLનો ખિતાબ જીત્યું છે મુંબઈ ઇન્ડિયન્સ
બાઉચરની નિયુક્તિ પર રિલાયંસ જીયોનાં ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે મુંબઈ ઇન્ડિયન્સમાં માર્ક બાઉચરનું સ્વાગત કરવામાં ખુશી થઇ રહી છે. મેદાન પર પોતાની વિશેષતા સાથે અને એક કોચ તરીકે પોતાની ટીમને જીત માટે માર્દર્શન આપવા સાથે, માર્ક મુંબઈ ઇન્ડિયન્સ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ ટીમના વારસાને આગળ વધારશે.
બાઉચરે કહ્યું - દરેક પડકાર માટે તૈયાર
જ્યારે આઈપીએલની સૌથી સફળ ટીમ માટે આ જવાબદારી મળ્યા બાદ ખુદ માર્ક બાઉચરે કહ્યું એમઆઈના હેડ કોચનાં રૂપમાં નિયુક્ત થવું એક સમ્માન અને સૌભાગ્યની વાત છે. એક ફ્રેન્ચાઈઝીનાં રૂપમાં તેના ઈતિહાસ અને ઉપલબ્ધિઓએ વિશ્વમાં બધી જ લીગમાંથી સૌથી સફળ ફ્રેન્ચાઈઝી સ્થાપિત કરી છે. હું પડકારો માટે તૈયાર છું અને પરિણામોની આવશ્યકતાનું સમ્માન કરું છું. આ મહાન નેતૃત્વ અને ખેલાડીઓ સાથે એક મજબૂત ટીમ છે. હું આ શાનદાર ટીમમાં નવી વેલ્યુ જોડવા માટે તૈયાર છું.
જ્યારે એમઆઈએ હવે પૂર્વ હેડ કોચ મહેલા જયવર્ધનને અને આઈપીએલ ઓપરેશન્સનાં ડાયરેક્ટર ઝહિર ખાનને ગ્લોબલ હેડ ઓફ ક્રિકેટ ડેવલપમેન્ટ અને ગ્લોબલ હેડ of પર્ફોર્મન્સ તરીકે નિયુક્ત કર્યા છે. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી જાહેર કરવામાં આવેલ પ્રેસ રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ ઇન્ડિયન્સનાં માલિકોએ એમઆઈ માટે વૈશ્વિક ક્રિકેટ વારસાને બનાવવાના ઉદ્દેશ્યથી જયવર્ધનને અને ઝહિરને નવી ભૂમિકાઓ સોંપી છે. MIનો વિસ્તાર થઇ ચુક્યો છે, જેમાં હવે મુંબઈ ઇન્ડિયન્સ સાથે MI અમીરાત અને MI કેપ ટાઉન સામેલ છે. આવામાં ટીમ મેનેજમેન્ટે આ ત્રણ ટીમો માટે એક કેન્દ્રીય ટીમની આવશ્યકતાને જરૂરી સમજી છે.