બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / marine commandos stationed near pangong lake in ladakh india china border

તૈનાત / ચીનને જડબાતોડ જવાબ આપવા માટે લદ્દાખમાં પૈંગોંગ ઝીલની પાસે ભારતે કર્યું આ કામ

Hiren

Last Updated: 04:51 PM, 28 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય નૌસેનાના મરીન કમાન્ડોને પૂર્વ લદ્દાખમાં પૈંગોંગ ઝીન ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવ્યા છે.

  • ચીનને જડબાતોડ જવાબ આપવા માટે સેના તૈનાત
  • લદ્દાખમાં પૈંગોંગ ઝીલની પાસે મરીન કમાન્ડો તૈનાત
  • નૌસૈનિક માન્ડોને દરેક જોખમ સામે લડવા તૈયાર કરાયા

પૂર્વ લદ્દાખમાં મરીન કમાન્ડોની તૈનાતી પાછળનું કારણ લદ્દાખમાં પહેલાથી તૈનાત ગરૂડ સૈન્ય સંચાલન અને ભારતીય સેનાના પૈરા સ્પેશિયલ ફોર્સને મજબૂતી આપવાનું છે. એકીકરણને વધારવા અને નૌસેનિક કમાન્ડોને દરેક જોખમ માટે તૈયાર કરવામાં મદદ કરવાનું છે.

જણાવી દઇએ કે લદ્દાખના વધુ પડતા વિસ્તારમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઇ ગઇ છે. જોકે ભારતીય અને ચીની સેના વચ્ચે આ વર્ષે એપ્રિલ-મેના સમય બાદથી તણાવની સ્થિતિ છે તેવામાં મરીન કમાન્ડોની તૈનાતીથી ભારતીય નૌસેનાને મજબૂતી મળશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર નૌસેનાના કમાન્ડો પણ જલ્દીથી ઝીલમાં દેખરેખ માટે નવી બોટ લાવી રહ્યા છે, ઝીલમાં અવરજવર માટે હાલ પાયાનું કામ સાથે છે.

પેરા સ્પેશિયલ ફોર્સ અને સ્પેશિયલ ફ્રંટિયર ફોર્સ તૈનાત

ભારતીય સેનાની સ્પેશિયલ ફોર્સ જેમાં પૈરા સ્પેશિયલ ફોર્સેઝ અને કેબિનેટ સેક્રેટેરિએટની સ્પેશિયલ ફ્રંટિયર ફોર્સ સામેલ છે, પૂર્વ લદ્દાખમાં લાંબા સમયથી સ્પેશિયલ ઓપરેશન ચાલી રહ્યું છે. ભારતીય વાયુ સેનાના ગરૂડ વિશેષ દળોના સંઘર્ષના શરૂઆતી દિવસોમાં કોઇ પણ લડાકૂ અથવા અન્ય વિમાનોની દેખરેખ કરવા માટે પોતાની રક્ષા પ્રણાલીની સાથે LAC પર રણનીતિક ઉંચાઇઓ પર પહાડની ટોચ પર મોકલી દીધા છે.

સંકળાયેલા મુદ્દાઓ

China India ચીન ભારત india china border conflict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ