ગત રોજ મુખ્યમંત્રી દ્વારા વરીષ્ઠ નેતાઓને જીલ્લાની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે તમામ મંત્રીઓ દ્વારા તેઓને સોંપવામાં આવેલ જીલ્લા પર પહોંચી જઈ ત્યાં વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. તેમજ દરિયા કિનારાનાં નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી.
PM મોદી પણ વાવાઝોડા અંગે બેઠક યોજી પરિસ્થિતીનો તાગ મેળવ્યો
વરીષ્ઠ મંત્રીઓ દ્વારા તેઓને સોંપાયેલ દરેક જીલ્લાની મુલાકાત લીધી
સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે આજે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવન ફૂંકાતા રાજ્યમાં ઠેકઠેકાણે વૃક્ષો પડવાના, હોર્ડિંગ્સ તૂટવાના બનાવો સામે આવ્યા છે. આજે ગુજરાતના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
— Collector & DM, Kachchh (@CollectorKutch) June 12, 2023
મંત્રી જગદીશ પંચાલે મામલતદાર કચેરીમાં સમીક્ષા બેઠક યોજી
જૂનાગઢનાં માંગરોળમાં બિપોરજોય વાવાઝોડાને પગલે બેઠક યોજાઈ હતી. ત્યારે મંત્રી જગદીશ પંચાલે મામલતદાર કચેરીમાં સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં વાવાઝોડાની સંભવિત અસર અંગે ચર્ચા કરી હતી. પૂર્વ તૈયારીઓનાં ભાગરૂપે અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. માંગરોળ બંદરની મુલાકાત બાદ બેઠક યોજી હતી. માંગરોળ બંદરની મુલાકાત બાદ જૂનાગઢ જીલ્લાનાં અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
— Collector Junagadh (@collectorjunag) June 11, 2023
દમણ દરિયાકિનારે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવ્યો
બિપરજોય વાવાઝોડાને લઈ દમણના દરિયાકિનારે કલમ 144 લાગુ કરવામાં આવી છે. દમણના કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓએ દરિયા વિસ્તારની મુલાકાત લીધી છે. દરિયાકિનારે જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દમણ દરિયાકિનારે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો. સ્વયંસેવકોને પણ દરિયાકિનારે તૈનાત કરાયા છે. સ્વયંસેવકોએ પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા સમજાવ્યા હતા.
PM મોદી પણ વાવાઝોડા અંગે તમામ માહિતી મેળવી રહ્યા છે
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ બેઠકોનો દોર યથાવત છે. ત્યારે સંભવિત વાવાઝોડા અંગે ચીફ સેક્રેટરીએ બેઠક યોજી હતી. તેમજ હવામાન સહિત વિવિધ વિભાગનાં અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વાવાઝોડાની પરિસ્થિતિને લઈને માહિતી મેળવવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી પણ વાવાઝોડા અંગે તમામ માહિતી મેળવી રહ્યા છે.
મંત્રી મુકેશ પટેલે ડભારી દરિયા કિનારાની લીધી મુલાકાત
સુરત જીલ્લા વહીવટીત તંત્ર વાવાઝોડાની સંભવિત આગાહીને લઈને એલર્ટ છે. ત્યારે મંત્રી મુકેશ પટેલે દરિયા કિનારાની મુલાકાત લીધી હતી. તેમજ ઓલપાડ અનો ચોર્યાસીના દરિયાકાંઠાના 42 ગામોને સતર્ક કરાયા છે. તેમજ તમામ ગામોમાં સ્થળાંતર સહિતની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે સાવચેતીનાં ભાગરૂપે સુવાલી, ડભારી તેમજ ડુમસ સહિતના બીચ બંધ કરાયા છે.
વાવાઝોડામાં લોકોની મદદ માટે ભાજપે જાહેર કરી હેલ્પ લાઈન
સંઘપ્રદેશ દમણમાં વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ છે. ત્યારે દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં પ્રદેશ ભાજપની ટીમ લોકોની મદદે આવી છે. પ્રદેશ ભાજપની ટીમે લીધી દરિયાકાંઠા વિસ્તારની મુલાકાત લીધી છે. તેમજ વાવાઝોડામાં લોકોની મદદ માટે ભાજપે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કર્યો છે. દમણ પાલિકાના પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખનો નંબર હેલ્પલાઈન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. દમણમાં લોકોની મદદ માટે ભાજપની ટીમ તૈયાર છે.
NDRF અને SDRFની ટીમ ખડેપગે છે : મુકેશ પટેલ
સુરતનાં ઓલપાડની મુકેશ પટેલે મુલાકાત લીધી છે. ત્યારે મુકેશ પટેલે ડભારી દરિયાઈ વિસ્તારની મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે, દરેક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ આસપાસનાં ગ્રામજનો સાથે પણ બેઠક થઈ રહી છે. NDRF અને SDRFની ટીમ ખડેપગે છે. તેમજ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. તેમજ તમામ પ્રકારની તકેદારી તેમજ સાવચેતી રાખવામાં આવી રહી છે.
વાવાઝોડાને લઇ દરિયા કિનારા વિસ્તારનું કયુઁ નિરીક્ષણ
વાવાઝોડાને લઈને ગત રોજ વરીષ્ઠ મંત્રીઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ જવાબદારી સોંપવામાં આવતા તેઓ દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમજ વાવાઝોડાને લઈ દરિયા કિનારા વિસ્તારનું નીરીક્ષણ કર્યું હતું. જીલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. બિપરજોય વાવાઝોડાની અસરોને લઇ કામગીરી અંગે મેળવી વિગતો મેળવી હતી.
Visited Gujarat State Disaster Management Multi Purpose Cyclone Shelter homes.
Interacted with the families and assured them about the complete help.
There is no need to worry, as the government is fully committed to help the people in the best way possible.
વાવાઝોડાને લઈને PGVCLની તૈયારીઓ અંગે વિગતો મેળવી
રાજકોટમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે PGVCLના MD સાથે કરી ચર્ચા કરી હતી. ત્યારે વાવાઝોડાને લઈ PGVCL દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને લઈ PGVCLની તૈયારીઓ અંગે વિગતો મેળવી હતી. વાવાઝોડા બાદ વીજ પુરવઠો જલ્દી પૂર્વવત થાય તે અંગેની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.
બીપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ જિલ્લા નાં તમામ નેતા, હોદેદારો, કાર્યકર્તા ને ખડે પગે રહેવા હાંકલ કરતા જિલ્લા અધ્યક્ષ શ્રી અલ્પેશ ભાઈ ઢોલારિયા, સાથે મહત્વની બેઠક રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઇ, જેમાં પ્રભારી મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલે માર્ગદર્શન આપ્યુ pic.twitter.com/3AVvTt6WtX
— BJP Rajkot District (@BJP4RajkotJilla) June 12, 2023
પ્રવાસી કે સ્થાનિક ન જાય તેની તકેદારી રાખવાની સૂચના આપી
નાણામંત્રી કનુ દેસાઈ મોરબીનાં નવલખી બંદરની મુલાકાત લીધી હતી. મોરબી જીલ્લાની જવાબદારી સરકારે કનુ દેસાઈને સોંપી છે. ત્યારે નવલખી બંદર પર કોઈ પણ પ્રવાસીઓ ન જાય તે માટેની તકેદારી રાખવા કનુ દેસાઈએ કલેક્ટરે સૂચના આપી છે. તેમજ સ્થાનિક ધારાસભ્ય, કલેક્ટર સહિતના અધિકારીઓ નવલખી બંદરની મુલાકાત લીધી હતી.