બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / હાર્ટ એટેકના કારણે દેશમાં અનેક યુવાનોના મોત, ICMRની સ્ટડીમાં સામે આવ્યું અસલી કારણ

સ્વાસ્થ્ય / હાર્ટ એટેકના કારણે દેશમાં અનેક યુવાનોના મોત, ICMRની સ્ટડીમાં સામે આવ્યું અસલી કારણ

Last Updated: 08:19 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમણાથી યુવાનોના પણ હાર્ટ અટેકથી મૃત્યુ થઈ રહ્યા છે. જેથી કોવિડ 19 વેક્સીનેશન પર સવાલ ઉઠી રહ્યા છે. પરંતુ કેન્દ્ર સરકારે રાજ્યસભામાં એક એહવાલ રજૂ કરીને જણાવ્યું છે કે, યુવાનોમાં હાર્ટ અટેક આવવાના કારણ કોવિડ વેક્સીનેશન નથી પણ બીજું જ કંઈક છે.

આજકાલ હાર્ટ એટેકના કારણે યુવાનોના પણ મોત થઈ રહ્યા છે. જેમાં કોલેજ, જીમ, ઓફિસ, ડાન્સ કે ઘર જેવા સ્થળે અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થઈ જાય છે. હાર્ટ અટેક ત્યારે આવે છે જ્યારે હૃદયના સ્નાયુઓ જાડા થઈ જાય છે. જેને હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી પણ કહેવાય છે. તે એક આનુવંશિક સ્થિતિ છે જેમાં અચાનક હાર્ટ અટેક આવે છે. કોલેસ્ટ્રોલ વધવાને કારણે હૃદયના સ્નાયુઓ જાડા થઈ જાય છે. જેના લીધે હૃદય યોગ્ય રીતે લોહી પંપ કરી શકતું નથી.

યુવાન એથ્લેટ્સમાં પણ કાર્ડિયોવેસ્ક્યુલરના કારણે મોત થઈ રહ્યા છે. જેમાં હાયપરટ્રોફિક કાર્ડિયોમાયોપથી, જન્મજાત કોરોનરી વિસંગતતાઓ અને એરિથમોજેનિક રાઇટ વેન્ટ્રિક્યુલર ડિસપ્લેસિયાનો સમાવેશ થાય છે. જે લોકો એથ્લેટ છે અથવા સ્પોર્ટ્સમાં ખૂબ સક્રિય છે તેઓ તમામ કસરત કરતા હોવા છતાં અને શિસ્તમાં રહેતા હોવા છતાં હાર્ટ અટેકનો શિકાર બની રહ્યા છે. હમણાં જ મેચ દરમિયાન પેવેલિયનમાં પરત ફરતી વખતે અચાનક હાર્ટ અટેકને કારણે 35 વર્ષીય ક્રિકેટર ઇમરાન પટેલનું મૃત્યુ થયું હતું. જેથી સવાલ થાય છે કે, શા માટે ફિટ અને યુવાનોને હાર્ટ અટેક કે કાર્ડિયાક અરેસ્ટ આવે છે.

એક્સપર્ટ્સના મતે, મોટાભાગના લોકો શારીરિક તંદુરસ્તી પર ધ્યાન આપે છે, પરંતુ જેમનું માનસિક સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તેની સીધી અસર હૃદય પર પડે છે. વધુ પડતો તણાવ, ચિંતા, હતાશા અને અન્ય માનસિક સમસ્યાઓ હાર્ટ એટેકનું જોખમ વધારે છે. માનસિક સ્વાસ્થ્યનો સીધો સંબંધ  હૃદય સાથે હોય છે.

આ સિવાય જો યુવાનો જિમ જતા હોય તો હંમેશા લાયક ટ્રેનરની સૂચનાઓ અનુસાર જ કસરત કરવી જોઈએ. આહારમાં સુધારો કરવો જોઈએ અને સપ્લિમેન્ટ્સ ન લેવી જોઈએ. આ સિવાય ખરાબ લાઇફસ્ટાઇલ, સિગારેટ અને દારૂ સહિતની કેટલીક ખરાબ આદતો પણ હૃદય માટે જોખમી સાબિત થાય છે.

PROMOTIONAL 9

ICMRએ એક સ્ટડી બાદ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં યુવાનોના અકાળે મૃત્યુનું કારણ કોવિડની રસી નથી પરંતુ કંઈક બીજું જ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ 10 ડિસેમ્બર 2024 મંગળવારે રાજ્યસભામાં ICMRનો આ સ્ટડીનો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં કહેવાયું છે કે, કોવિડ-19 વેક્સિનેશનથી ભારતમાં યુવાન વયસ્કોમાં અચાનક મૃત્યુનું જોખમ નથી વધ્યું. આ સ્ટડી મુજબ રસીકરણ આવા મૃત્યુની શક્યતા ઘટાડે છે. કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે કોવિડ વેક્સીનેશનને લીધે યુવાનો અકાળે મૃત્યુ પામી રહ્યા છે પરંતુ આ અહેવાલે તે આશંકાઓને ઘણી હદ સુધી દૂર કરી  છે.

ICMR દ્વારા હાથ ધરવામાં આવેલી સ્ટડીમાં 18-45 વર્ષની વયના વ્યક્તિઓ પર ફોકસ કરવામાં આવ્યું હતું જે સ્વસ્થ હતા અને તેમને કોઈ મોટી બીમારી નહોતી. આ લોકો 1 ઓક્ટોબર, 2021 અને 31 માર્ચ, 2023 વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતા. આ સ્ટડી 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં કરવામાં આવી હતી.

વધુ વાંચો : દિલ પાસે પણ હોય છે અલગ દિમાગ, યાદશક્તિ માટે કરે છે કાર્ય, કોલંબિયા યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો

આ સ્ટડી એનાલિસિસમાં કુલ 729 કેસ એવા હતા જેમાં અચાનક મૃત્યુ થયા હતા. જ્યારે 2916 એવા હતા જેમને હાર્ટ અટેક પછી પણ બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં એમ પણ કહેવાયું છે કે, COVID-19 રસીના બે ડોઝ લેવાથી કોઈપણ કારણ વિના અચાનક મૃત્યુની શક્યતા નોંધપાત્ર રીતે ઘટે છે.

ICMRની આ સ્ટડીમાં કેટલાંક પરિબળોની પણ ઓળખ કરવામાં આવી છે જે અચાનક મૃત્યુનું જોખમ વધારે છે. જેમાં કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ થવાની હિસ્ટ્રી, પરિવારમાં કોઈની અચાનક મૃત્યુની હિસ્ટ્રી, મોતના 48 કલાક પહેલા આલ્કોહોલ પીવો, મૃત્યુના 48 કલાકમાં વધુ પડતી શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

COVID 19 ICMR Vaccination
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ