બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : નરોડામાં લિફ્ટ તૂટવાની ઘટના, અફરાતફરીનો માહોલ સર્જાયો

અમદાવાદ / VIDEO : નરોડામાં લિફ્ટ તૂટવાની ઘટના, અફરાતફરીનો માહોલ સર્જાયો

Last Updated: 09:04 AM, 20 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લિફ્ટમાં સફાયેલી મહિલાઓએ ગભરાઈને ચીસાચીસ કરી મુકી હતી. જો કે બાદમાં સોસાયટીના રહીશોએ સુજબુજથી સમસ્યાનો ઉકેલ લાવી..એક પછી એક ફસાયેલી તમામ મહિલાઓને લિફ્ટની બહાર કાઢી હતી

અમદાવાદના નરોડામાં લિફ્ટમાં મહિલાઓ ફસાઈ જવાની ઘટના સામે આવી... નરોડાના દેવાશિષ સ્કાય ફલાઇટમાં આ ઘટના ઘટી હતી. લિફ્ટ બેઝમેન્ટમાં ફસાઈ હતી, લિફ્ટમાં સફાયેલી મહિલાઓએ ગભરાઈને ચીસાચીસ કરી મુકી હતી. જો કે બાદમાં સોસાયટીના રહીશોએ સુજબુજથી સમસ્યાનો ઉકેલ લાવી..એક પછી એક ફસાયેલી તમામ મહિલાઓને લિફ્ટની બહાર કાઢી હતી. લીફ્ટની સમસ્યાની રજુઆત કરી હોવા છતા કોઇ પગલા લેવાયા નહોતા તેવી દલીલ સ્થાનિક લોકોએ કરી હતી.

લિફ્ટમાં ફસાવવા પર ગભરાશો નહીં

જો તમે પણ લિફ્ટમાં ફસાઈ જાવ તો શાંત રહો અને ગભરાવ નહીં સ્ટ્રેસના કારણે મગજ કામ કરતુ બંધ થઈ જાય છે. જો તમે લિફ્ટમાં ફસાઈ જાવ તો આવી સ્થિતિમાં શાંત રહો અને પોતાના માઈન્ડને સ્થિર રાખો. કારણ કે ચિંતા કરવાથી બ્લડપ્રેશર વધી શકે છે.

મોબાઈલ ટોર્ચ કરો

આજકાલ દરેક લોકો પાસે ફોન હોય છે. તો તેમાં રહેલી ટોર્ચ લાઈટ ચલાવો. પરંતુ સતત લાઈટ ન ચલાવી રાખો કારણ કે જો તમારા ફોનમાં સિગ્નલ તો તો તમે કોઈને કોલ કરી શકો છો. વચ્ચે વચ્ચે ફોનની બેટરી પણ ચેક કરતા રહો.

કામ વગર ન દબાવો બટન

હંમેશા ચેક કરો કે લિફ્ટના દરવાજા સારી રીતે બંધ થયા છે કે નહીં સૌથી સામાન્ય કારણોમાંથી એક હોય છે કે લિફ્ટના દરવાજા સારી રીતે બંધ ન થવાના કારણે તે અટકી જાય છે. લિફ્ટમાં ફસાવવા પર વારંવાર બટન ન દબાવો. આવી સ્થિતિમાં મશીનના સોફ્ટવેરમાં ગડબડી થઈ શકે છે અને તેમાં ટેક્નિકલ ડાયરેક્શનની મુશ્કેલી આવી શકે છે. જેના કારણે લિફ્ટ ઉપર નીચે જવાની જગ્યા પર વચ્ચે અટકી શકે છે.

કોલ બટન દબાવો

લિફ્ટના કંટ્રોલ પેનલમાં એક કોલ બટન હોય છે એવામાં જો તમે લિફ્ટમાં ફસાઈ ગયા હોવ તો તરત તેને દબાવી દો. સાથે જ લિફ્ટમાં એક પેનિક બટન પણ હોય છે જે દર્શાવે છે કે તમે ફસાઈ ગયા છો.

લિફ્ટના ફોનનો કરો ઉપયોગ

ઘણી જગ્યા પર લિફ્ટમાં એક ફોન પણ હોય છે. આ ફોનનો સીધો સંપર્ક ડ્યુટી પર હાજર સિક્યોરિટી ગાર્ડ સાથે થાય છે. લિફ્ટમાં ફસાવવા પર તમે શાંત રહેતા તે ફોન દ્વારા ગાર્ડને ફોન કરીને સ્થિતિ વિશે જણાવી શકો છો અને પોતાના માટે મદદ માંગો.

આ પણ વાંચોઃ કાકી પાસે ભત્રીજાએ કરી બિભત્સ માંગણી, ના પાડી તો ગળું દબાવી મોતને ઘાટ ઉતારી

ગાર્ડ પાસે ખોલાવો લિફ્ટનો ગેટ

સોસાયટી કે બિલ્ડિંગના મેનટેન્સ સ્ટાફની પાસે બધી લિફ્ટની એક માસ્ટર કી હોય છે. તેનો ઉપયોગ કરતા ઈમરજન્સીની સ્થિતિમાં લિફ્ટને ખોલવા માટે કરવામાં આવે છે. જેવું તમને લાગે કે લિફ્ટમાં તમે ફસાઈ ગયા છો તો ઈમરજન્સી બટન માટે ગાર્ડ કે મેનટેનન્સ સ્ટાફનો સંપર્ક કરો.

પોતાની જાતે ન ખોલો લિફ્ટનો દરવાજો

જ્યા સુધી તમારા સુધી કોઈ મદદ ન પહોંચે ત્યાં સુધી તમે પોતાના પર કાબુ રાખો અને બીનજરૂરી રીતે લિફ્ટનો દરવાજો ખોલવાનો પ્રયત્ન ન કરો. આમ કરવાથી લિફ્ટનો દરવાજો નહીં ખુલે પરંતુ તમે થાકી જશો અને તમારૂ બ્લડ પ્રેશર વધી જશે. એવામાં ઘણી વખત હાર્ટ એટેક આવવા કે સ્ટ્રોક આવવાની સમસ્યા વધી જાય છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rescue Stuck In Elevator Women
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ