બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / સુરત જીમ આગ કેસમાં બેદરકારીનું વજન વધારે, સ્પા અંગે થયો મોટો ખુલાસો, તંત્રના સંચાલક પર ચાર હાથ

જીવલેણ બેદરકારી / સુરત જીમ આગ કેસમાં બેદરકારીનું વજન વધારે, સ્પા અંગે થયો મોટો ખુલાસો, તંત્રના સંચાલક પર ચાર હાથ

Last Updated: 05:43 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાયર વિભાગ દ્વારા જીમ-સ્પાને એક નહીં પરંતુ બે-બે વાર નોટિસ ફટકારવામાં આવી હતી. . જીમ સંચાલકે ગેરકાયદે શેડ બનાવીને સ્પા શરૂ કર્યું હોવાનું પણ સામે આવ્યું

સુરત સીટી લાઈટ વિસ્તારમાં જીમ અને સ્પામાં આગ લાગવા મામલે પોલીસે તપાસ સઘન બનાવી છે. બપોર બાદ પોલીસ જીમ અને સ્પા સંચાલકોને લઈ ઘટના સ્થળ પર પહોંચી હતી. જીમ અને સ્પાના સંચાલકો દિલશાદ અને શાહનવાઝને લઇને પોલીસ ઘટના સ્થળ શિવપૂજા કોમ્પ્લેક્ષમાં આવેલા ફોર્ચ્યુન મોલ પર પહોંચી હતી ..ગઇકાલે રાતેજ પોલીસે બન્ને આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. જો કે હજુ પણ બન્ને સામે અકસ્માતે મોતનો ગુનો જ દાખલ છે. FSL રિપોર્ટ બાદ પોલીસ અન્ય ગુનો દાખલ કરે અથવા તો કલમોનો ઉમેરો કરી શકે છે

મહત્વનું છે કે સુરતમાં સિટીલાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચુન મોલમાં આગ લાગી હતી. આ આગને કારણે મોલમાં આવેલા જીમ અને સ્પામાં બે યુવતીના મોત નિપજ્યાં હતા. સ્પામાં કામ કરતી યુવતિઓ દાઝી જતાં મોતને ભેટી હતી. આગ લાગવાની ઘટના બનતા જ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કામગીરી શરૂ કરી હતી. આગની ઘટના સમયે 5 થી 6 વ્યક્તિઓ ત્યાં અંદર ફસાઈ ગયા હતા. ફાયરના જવાનોએ ચાર લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. જેમાં બે યુવતીઓની ડેડ બોડી મળી આવી હતી.

દરમ્યાન એવું પણ સામે આવ્યુ છે ફાયર વિભાગ દ્વારા જીમ-સ્પાને એક નહીં પરંતુ બે-બે વાર નોટિસ ફટકારવામાં આવી હતી. . જીમ સંચાલકે ગેરકાયદે શેડ બનાવીને સ્પા શરૂ કર્યું હોવાનું પણ સામે આવ્યું

બીજી તરફ અમદાવાદમાં સ્પાની આડમાં દેહ વેપારનો ચાલતો હોવાની એક ઘટના સામે આવી છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આ સ્પા ધમધમી રહ્યો હતો, જ્યાં રેડ પાડી પોલીસે સમગ્ર કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું.. ઓઝોન સ્પા નામથી અહીં સ્પાના નામ પર દેહ વેપારની પ્રવૃતિઓ ચાલી રહી હતી.. પોલીસે સ્પાના માલિક અયાન રંગરેજ અને મેનેજર કૈલાસ ભારતીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ

સુરેન્દ્રનગર ઝીંઝુવાડામાં SMCના દરોડા બાદ ગાજ, 5 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, બદલીના પણ આદેશ

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Investigation Spa Fire Incident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ