બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:42 PM, 13 July 2023
ADVERTISEMENT
પ્રેમના મામલામાં ઘણા લોકો ખૂબ ભાગ્યશાળી હોય તો અમુક લોકો એટલા બદકિસ્મત હોય છે કે તેમને પ્રેમ મેળવવો ખૂબ મુશ્કેલ હોય છે. આવી સ્થિતિ વચ્ચે રાશિનો પણ પ્રભાવ પડતો હોય છે. જેમાં મકર, મીન, કુંભ, મકર અને વૃષીક સહિત રાશિના લોકો લોકો પ્રેમ મેળવવા મામલે ખૂબ જ અનલકી હોય છે અને લાખ પ્રયત્ન કરવા છતાં પણ તેમને પોતાનો પ્રેમ મળતો નથી.
ADVERTISEMENT
મકર
મકર રાશિના જાતકો મોટાભાગે મહત્વકાંક્ષી હોય છે અને તે પોતાના ધ્યેયને વળગીને કામ કરતા હોય છે. પરિણામે અનેક વખત તેમને રોમાન્ટિક બાબતોમાં દૂર રાખે છે. તેમની કરિયરની સફળતા પર ધ્યાન આપવાનેં લઈને તેમના સાથીની લાગણી ન સમજી શકતા તેની જરૂરિયાત પૂરી થતી નથી આથી તેના પ્રેમ જીવનમાં તણાવ ઉભા થાય છે.
કુંભ
કુંભ રાશિના જાતકો સૌથી વધુ તેની ફ્રીડમને મહત્વ આપતા હોય છે. આવુ કરવાને લઈને તેમની લવ લાઇફમાં અનેક સમસ્યા ઊભી થતી હોય છે. જેથી એક સમય એવો પણ આવે છે કે તેમના સથી તેની આ આદતને લઈને દૂર થઈ જાય છે. પરિણામે તેમને પ્રેમ મળવો મુશ્કેલ બની જાય છે.
મીન
મીન રાશિના લોકોની વાત કરવામાં આવે તો મીન રાશિના લોકો વધુ સંવેદનશીલ અને દયાળુ હોય છે. પરંતુ તેમના પ્રેમ સંબંધમાં આ આદર્શ ગુણ તેમને માટે નિરાશાજનક બની જાય છે. કારણ કે આવા લોકો મોટાભાગે ખોટા માણસના ચક્કરમાં પડી જાય છે. જેના કારણે તેના સબંધનો ખૂબ જલ્દી અંત આવી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો તેમની ભાવનાત્મક નબળાઈ માટે જાણીતા છે. તેમના મૂડમાં આવતા અચાનક બદલાવની તેની લવ લાઈફ પર ખરાબ અસર પડે છે. બીજી બાજુ વૃશ્ચિક રાશિના લોકોની વાત કરવામાં આવે તો તે ખૂબ જ લાગણીશીલ સ્વભાવના હોય છે. તે પોતાના જીવનસાથી પ્રત્યે વફાદાર પણ હોય છે જોકે પ્રભુત્વ રાખવાની ઝડતાને કારણે તેમના સંબંધોમાં ખટાશ આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Mahadev Dave is a journalist with VTV Gujarati
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.