બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:55 AM, 9 January 2025
રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન, રશિયાએ બુધવારે દક્ષિણ યૂક્રેનિયન શહેર ઝાપોરિઝ્ઝિયામાં ઘાતક હુમલો કર્યો. રશિયા દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા 13 નાગરિકો માર્યા ગયા અને ડઝનબંધ ઘાયલ થયા. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું કે હુમલા સમયે લોકો કાટમાળ નીચે ફસાયેલા હતા અને તેમને બચાવવા માટે ઇમર્જન્સી સર્વિસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઝેલેન્સકીએ તેમની ટેલિગ્રામ ચેનલ પર એક ફોટો પોસ્ટ કર્યો જેમાં શહેરના રસ્તાઓ કાટમાળથી ભરેલા છે, જેની નીચે નાગરિકો દબાયેલા પડેલા જોવા મળે છે. ઇજાગ્રસ્તોને ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓ દ્વારા સારવાર આપવામાં આવી રહી હતી.
ADVERTISEMENT
At least 13 people killed, 30 others injured in Russian strike in Ukraine's Zaporizhzhia
— ANI Digital (@ani_digital) January 8, 2025
Read @ANI Story | https://t.co/DtNTTjUUGW#Ukraine #Russia #Zaporizhzhia pic.twitter.com/ePfqVNX1H3
જારી કરવામાં આવી હતી ચેતવણી
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે આ હુમલો યુદ્ધ દરમિયાન નાગરિક વિસ્તારો પર હવાઈ હુમલાનું બીજું ઉદાહરણ છે. ઝેલેન્સકી અને પ્રાદેશિક ગવર્નર ઇવાન ફેડોરોવે જણાવ્યું કે બુધવારના હુમલામાં ઓછામાં ઓછા 13 નાગરિકો માર્યા ગયા હતા. હુમલાની થોડી મિનિટો પહેલા, ફેડોરોવે ઝાપોરિઝ્ઝિયા પ્રદેશ પર વિનાશક ગ્લાઇડ બોમ્બ અને મિસાઇલ હુમલાઓની ચેતવણી આપી હતી. ફેડોરોવે જણાવ્યું કે રશિયન સૈનિકોએ બપોરે ઝાપોરિઝ્ઝિયા પર ગ્લાઇડ બોમ્બ ફેંકવાનું શરૂ કર્યું અને ઓછામાં ઓછા બે બોમ્બ શહેરમાં રહેણાંક ઇમારતો પર પડ્યા. તેમણે જાહેરાત કરી કે ગુરુવાર આ પ્રદેશમાં શોકનો દિવસ રહેશે.
યૂક્રેને પણ કર્યો હુમલો
દરમિયાન, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે નાગરિકો પર હવાઈ હુમલા સૌથી ક્રૂર છે, અને એ મહત્ત્વનું છે કે વિશ્વના અન્ય દેશોએ યૂક્રેનને સુરક્ષા પૂરી પાડવા માટે આગળ આવવું જોઈએ. યુક્રેનિયન સૈન્યએ બુધવારે જણાવ્યું કે તેણે રશિયાની અંદર એક ઇંધણ સંગ્રહ ડેપો પર હુમલો કર્યો, જેના કારણે ડેપોમાં ભારે આગ લાગી હતી. આ ઇંધણ સંગ્રહ ડેપો રશિયન વાયુસેનાના એક મહત્ત્વપૂર્ણ બેઝને સપ્લાય કરે છે. રશિયન અધિકારીઓએ આ પ્રદેશમાં મોટા ડ્રોન હુમલાનો સ્વીકાર કર્યો અને કહ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે અધિકારીઓએ એક ઇમરજન્સી કમાન્ડ સેન્ટર સ્થાપ્યું છે.
યૂક્રેનના જનરલ સ્ટાફે જણાવ્યું કે આ હુમલો યૂક્રેનિયન સરહદથી લગભગ 600 કિલોમીટર પૂર્વમાં રશિયાના સારાટોવ પ્રદેશમાં એંગલ્સ નજીક એક સ્ટોરેજ સુવિધા પર થયો. યૂક્રેનના જનરલ સ્ટાફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક નિવેદનમાં જણાવ્યું કે ડેપોએ નજીકના એરફિલ્ડને સપ્લાય કરતુ હતું, જેનો ઉપયોગ યૂક્રેનમાં સરહદ પારથી મિસાઇલો છોડતા વિમાનો દ્વારા કરવામાં આવતો હતો. યૂક્રેન પોતાના દેશમાં ઉત્પાદિત લાંબા અંતરની મિસાઇલો અને ડ્રોનનો શસ્ત્રાગાર વિકસાવી રહ્યું છે જે ફ્રન્ટ લાઇનની પાછળ સુધી શકે છે, કારણ કે તેને રશિયામાં પશ્ચિમી લક્ષ્યો સામે તેના સૈનિકો કેટલી રેન્જથી કાર્યવાહી કરી શકે છે તેના પર પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ પૂરી પાડવામાં આવેલી મિસાઇલો ફાયર કરી શકે છે.
આ પણ વાંચો: અંતરિક્ષનો આવો નજારો ક્યારેય નહીં જોયો હોય! NASAના એસ્ટ્રોનોટે શેર કર્યો અદભુત Video
વોલ્ગા નદીના ડાબા કાંઠે આવેલું છે એંગલ્સ
2,20,000 થી વધુ વસ્તી ધરાવતું એંગલ્સ વોલ્ગા નદીના ડાબા કાંઠે આવેલું છે અને ત્યાં અનેક ઔદ્યોગિક પ્લાન્ટ છે. લગભગ 900,000 ની વસ્તી ધરાવતું મુખ્ય ઔદ્યોગિક શહેર, સારાટોવ, એંગલ્સથી નદીની પેલે પાર આવેલું છે. રશિયાના પરમાણુ-સક્ષમ વ્યૂહાત્મક બોમ્બર્સનો મુખ્ય આધાર એંગલ્સની બહાર સ્થિત છે. યુદ્ધની શરૂઆતથી જ તે યૂક્રેનિયન ડ્રોનથી હુમલાનો ભોગ બની રહ્યું છે, જેના કારણે રશિયન સૈન્યને તેના મોટાભાગના બોમ્બર્સને અન્ય વિસ્તારોમાં ખસેડવાની ફરજ પડી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.