બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / many flights of ahmedabd delayed because of fog and winters of north india

અમદાવાદ / ફ્લાઈટમાં મુસાફરી કરવાના હોય તો પહેલાં રદ થતી ફ્લાઈટ વિશે જાણી લેજો નહીંતર હેરાન થશો

Parth

Last Updated: 04:37 PM, 24 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ભારતમાં ઠંડીની સાથે ભારે ધુમ્મસને કારણે અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી દિલ્હીની 21 ,મુંબઈની 10 અને અન્ય સ્થળોએ જતી આવતી 45થી વધુ ફ્લાઇટ એક થી બે કલાક માટે મોડી  પડતાં અનેક મુસાફરો અટવાયા છે સાથે સાથે ગોએરની 9.20ની બેંગલુરુથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવામાં આવતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ રઝળી પડ્યા હતા દેશની રાજધાની દિલ્હીમાં ધુમ્મસને કારણે સવારે વિઝિબિલિટી ન હોવાને કારણે ફલાઇટ મોડી પડી હતી.

  • મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરેશાનીમાં મુકાયા 
  • દિલ્હીની 21 અને મુંબઈની 10થી વધુ ફ્લાઇટ મોડી 

ગોએરની અમદાવાદ આવતી ફલાઇટ રદ

દિલ્હીથી અમદાવાદ આવતી એર ઇન્ડિયા,એર કેનેડા એશિયન એરની૬.૩૦ની ફ્લાઇટ દોઢ કલાક સુધીના સમય માટે મોડી આવી હતી. જયારે ૬.૪૫ની મુંબઈથી અમદાવાદ આવતી એર ઇન્ડિયા એર કેનેડા,ઈથોપિયન,ઇજિપ્ત,અને શ્રીલંકન એર લાઈનની પાંચ ફલાઇટ એ કલાક મોડી આવી હતી
ગોએરની 8.40ની અમદાવાદ આવતી ફલાઇટ રદ કરવામાં આવી હતી.

સવારના ૬ થી ૧૨ વાગ્યાના ફ્લાઇટ શેડ્યૂલમાં ૪૫થી વધારે ફ્લાઇટ એક થી બે કલાક માટે મોડી છે. જે મોડી આવવાના કારણે મોડી ઉપડી હતી. જેમાં મોટા ભાગની એટલે કે દિલ્હીની 21 અને મુંબઈની 10થી વધુ ફ્લાઇટ મોડી હોવાની સાથે બેંગલુરુ, ચેન્નઇ, જયપુર, હૈદરાબાદ, નાગપુર, પુણે, જબલપુર, બેલગામ,ચંડીગઢ, વારાણસી, કોલકતા, પટના,જેસલમેરનાં ફ્લાઇટ શેડ્યૂલ ખોરવાતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરેશાનીમાં મુકાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Flight India Terminal airlines late Ahmedaabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ