બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / Many big announcements were made in Union Budget 2023

Budget 2023 / સોના-ચાંદીના દાગીના ખરીદવા મોંઘા, આ વસ્તુઓ આવશે તમારા 'બજેટમાં', જુઓ શું સસ્તું અને શું થશે મોંઘું

Malay

Last Updated: 01:51 PM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે, જે મુજબ ચાંદી પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે. જેથી ચાંદીની કિંમતમાં વધારો થશે.

 

  • નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું બજેટ 
  • બજેટમાં આવી ઘણી ઘોષણાઓ કરવામાં આવી
  • જાણો શું સસ્તું અને શું મોંઘુ થશે

સંસદમાં આજે બજેટ 2023 રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું પાંચમું બજેટ રજૂ કરી રહ્યા છે. કેન્દ્રીય બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે. બજેટમાં આવી ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે, જે સામાન્ય લોકોના ખિસ્સા પર પણ અસર કરશે. ચાલો આપણે જાણીએ કે આજના બજેટ પછી શું સસ્તુ અને શું મોંઘુ થશે.

શું થશે સસ્તું?

- ઈલેક્ટ્રિક વ્હિકલ  
- બાયોગેસ સાથે જોડાયેલી વસ્તુઓ  
- મોબાઈલ ફોન, કેમેરા,  LED ટીવી
- લેપટોપ
- ખેતીના સામાન  
- TV પેનલના પાર્ટ્સ 
- હીરા મેન્યુફેક્ચિરંગ માટેની વસ્તુઓ 
- લિથિયમ આયન બેટરી 
- મોબાઈલના સ્પેરપાર્ટ સસ્તા થશે
- રમકડાં, સાઇકલ
- રબરમાં પણ ડ્યુટી ઘટાડવામાં આવી

No description available.

શું મોંઘુ થશે?

- સિગારેટ મોંઘી થશે
- રસોઈ ઘરની ચીમની મોંઘી થશે
- વાસણ
- કમ્પાઉન્ડેડ રબર 
- એક્સ-રે મશીન 
- સોના-ચાંદીના દાગીના મોંઘા થશે
- ચાંદી પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી
- સોના-ચાંદી અને પ્લેટિનમના દાગીના

No description available.

કેન્દ્ર સરકારે ફરી એકવાર રેલવેના બજેટમાં વધારો કર્યો છે. નાણામંત્રીએ કહ્યું કે રેલવેને કુલ 2.4 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેનાથી તમામ યોજનાઓ પર કામ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, આ અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી છે. વર્ષ 2013-14ની સરખામણીમાં રેલવેનું આ બજેટ લગભગ 9 ગણું વધારે છે. 

100 નવી યોજનાઓ કરવામાં આવશે શરૂ: નાણામંત્રી
નાણામંત્રીએ કહ્યું કે, રેલવેમાં 100 નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. આ સિવાય નવી યોજનાઓ માટે 75 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રની મદદથી 100 યોજનાઓ શરૂ કરવામાં આવશે. જેના પર આગળ કામગીરી કરવામાં આવશે. 

નાણામંત્રીએ કૃષિ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી

નાણામંત્રીએ કહ્યું, "એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડથી કૃષિ સ્ટાર્ટઅપ્સ વૃદ્ધિ પામશે. આનાથી ખેડૂતોને મદદ મળશે અને પડકારોનો સામનો કરવામાં સરળતા રહેશે. તેનાથી ઉત્પાદકતામાં વધારો થશે. આ ખેડૂતો, રાજ્ય અને ઉદ્યોગ ભાગીદારો વચ્ચે હશે. પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન આપવાની સાથે કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે."

કૃષિ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, કૃષિ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપને આપવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. કૃષિ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. યુવાઓ માટે કૃષિવર્ઘક ફંડ બનાવવામાં આવશે. ખેડૂતોને મોટા અનાજનું ઉત્પાદન કરવા ટ્રેનિંગ આપવામાં આવશે. કૃષિ લોન 20 લાખ કરોડ સુધી વધારવામાં આવી છે. અગ્રીકલ્ચ એક્સેલેરેટર ફંડનું ગઠન થશે. સ્ટાર્ટઅપ માટે કૃષિફંડ બનશે.

જરૂરિયાતમંદ પરિવારોને મફત અનાજ આપીશુંઃ નાણામંત્રી
કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન અમે એ સુનિશ્ચિત કર્યું છે કે કોઈનું પેટ ખાલી ન રહે. 28 મહિના સુધી 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. અમે આગામી એક વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચીને જરૂરિયાતમંદ પરિવારોને મફત અનાજ આપીશું. 2014 બાદથી અમારા પ્રયાસોના કારણે લોકોના જીવનમાં સુધારો થયો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Big announcements Budget2023 BudgetwithVTV IndiaBudget2023 Indianeconomy UnionBudget UnionBudget2023 budgetupdate Budget 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ