સામાન્ય દિવસોમાં ટીવી ચેનલ અને સોશિયલ મીડિયામાં, નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરનારા કોંગ્રેસનાં ટોચનાં નેતાઓને, જ્યારે સ્ટાર પ્રચારક તરીકે મોકો મળ્યો તો તેઓ પાણીમાં બેસી ગયાં. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે તૈયાર કરેલાં 40 સ્ટાર પ્રચારકોમાંથી અનેક નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે ડોકાયાં જ નહીં. આમ કરીને તેમણે નરેન્દ્ર મોદીને તેમનાં હોમ રાજ્યમાં જ ઘેરવાની તક ગુમાવી દીધી છે.