બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / મનુ ભાકરને લઇ વધુ એક ગુડ ન્યુઝ સામે આવ્યાં, બે બ્રોન્ઝ મેડલ જીતવા પર મળી ઐતિહાસિક ગિફ્ટ
Last Updated: 07:12 PM, 5 August 2024
મનુ ભાકર, આ નામની અત્યારે ઓલિમ્પિકમાં ચર્ચામાં છે. મનુ ભાકર પહેલી ભારતીય મહિલા છે, જેને ઓલિમ્પિકમાં એક નહીં પણ બે મેડલ જીત્યાં છે. પેરિસ ઓલિમ્પિકમાં 2 બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચનારી મનુ ભાકર 11 ઓગસ્ટ, રવિવારે થનારી ક્લોઝિંગ સેરેમનીમાં ભારતની ધ્વજવાહક રહેશે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલની રમતમાં બ્રોન્ઝ મેડલ જીતીને પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું ખાતું ખોલ્યું હતું. જેના કારણે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા બની. આ સિવાય મનુ ભાકરે સરબજોતસિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું.
ADVERTISEMENT
ભારતીય ઓલિમ્પિક સંઘના એક અધિકારી માહિતી આપે છે કે 'મનુ ભકરની ભારતની ધ્વજવાહક તરીકે પસંદગી કરી છે, તે પોતાની પ્રદર્શનને કારણે હકદાર પણ છે'. મનુ ભાકર 22 વર્ષીય હરિયાણાની રહેવાસી છે, જેને પહેલા કહ્યું હતું કે ભારતનું ધ્વજવાહક બનવું એક સમ્માનની વાત છે. મનુ ભાકરે કહ્યું છે કે "ભારતની ટીમમાં ઘણા ખેલાડી છે જે ધ્વજવાહક બનવાના હક્કદાર છે, અને જો મને કહેવામાં આવ્યું છે તો આ એક મોટું સમ્માન છે". જોકે ભારતીય ઓલિમ્પિક સંઘ તરફથી પુરુષ ધ્વજવાહકની હજુ સુધી જાહેરાત કરવામાં નથી આવી.
ADVERTISEMENT
ઓલિમ્પિક 2024માં મનુ ભાકરે રચ્યો ઇતિહાસ
મનુ ભાકરે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં તરંદાજીની સ્પર્ધામાં 2 બ્રોન્ઝ મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા છે. આઝાદી પછી મનુ ભાકર ભારતમાં પહેલી વાર બે મેડલ જીતનારી પહેલી મહિલા બની છે. મનુ ભાકર પહેલા કોઈપણ ઓલિમ્પિક એથલીટે એક ઓલિમ્પિકમાં બે મેડલ મેળવ્યા નથી. આઝાદી પહેલા અંગ્રેજોના રાજમા ભારતીય ખેલાડી નોર્મન પ્રિચાર્ડે 1900ના દાયકામાં ઓલિમ્પિકની રમત 200 મીટર સ્પ્રિન્ટ અને 200 હાર્ડર દોડમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા. નોર્મન પ્રિચાર્ડે એક ઓલિમ્પિકમાં 2 સિલ્વર મેડલ જીતેને રેકોર્ડ બનાવ્યો હતો.
મનુ ભાકરનો ઇતિહાસ
મનુ ભાકર હરિયાણા સાથે એક અલગ સંબંધ ધરાવે છે. મનુ ભાકરનો જન્મ 18 ફેબ્રુઆરી 2002, હરિયાણાના ઝજ્જર જિલ્લાના ગોરૈયા ગામમાં થયો હતો. મનુ ભાકર નાનપણથી જ શૂટિંગ પહેલા બોક્સિંગ, સ્કેટિંગ, એથ્લેટિક્સ, ટેનિસ અને જુડો કરાટે જેવા અન્ય સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવતી હતી. મનુ ભાકર પોતાની સફળતા પાછળ તેના માતા-પિતા અને કોચ જસપાલ રાણાને માને છે. મનુ ભાકરના પિતા રામ કિશન ભાકર મર્ચન્ટ નેવીમાં ચીફ એન્જિનિયર છે અને તેની માતા સ્કૂલમાં આચાર્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT