બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:16 PM, 14 January 2025
Manu Bhaker Medals: ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે મેડલ જીત્યા હતા. તેણીએ ૧૦ મીટર એર પિસ્તોલમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. પરંતુ હવે તેના બંને મેડલ પાછા લેવામાં આવશે અને તેનું એક ખાસ કારણ છે. જાણીએ શું છે મામલો?
ADVERTISEMENT
ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે પોતાના સચોટ શૂટિંગથી સમગ્ર રાષ્ટ્રના દિલ જીતી લીધા હતા. ભારતના આ સ્ટાર શૂટરે પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. પરંતુ હવે આ દિગ્ગજ શૂટરના બંને મેડલ પાછા લેવામાં આવશે અને મનુ ભાકર માટે આ ખૂબ જ ખુશીની વાત છે. વાસ્તવમાં આ સ્ટાર ભારતીય શૂટરના બંને બ્રોન્ઝ મેડલની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને હવે આ મેડલ બનાવનાર ફ્રેન્ચ કંપની મોનાઇ ડે પેરિસ મનુને નવા બ્રોન્ડ મેડલ આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીત્યાના થોડા દિવસો પછી જ મનુ ભાકરના મેડલનો રંગ ઉતરી ગયો છે અને પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીત્યાના થોડા સમયમાં આ મેડલની હાલત ખરાબ થઇ ગઇ છે.
ADVERTISEMENT
ઘણા રમતવીરોએ ફરિયાદ કરી હતી
ફક્ત મનુ ભાકર જ નહીં, વિશ્વભરના ઘણા ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં જીતેલા મેડલ અંગે ફરિયાદ કરી હતી. ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકના મેડલની ખરાબ ક્વોલિટીની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ ફરિયાદો પછી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કહ્યું છે કે ક્ષતિગ્રસ્ત ઓલિમ્પિક મેડલ મોનાઈ ડે પેરિસ દ્વારા ફરીથી યોગ્ય કરવામાં આવશે અને તે ખેલાડીઓને એકદમ નવા કરી પરત કરવામાં આવશે. પેરિસ ઓલિમ્પિક આયોજન સમિતિએ મેડલ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોનાઈ ડે પેરિસને આપ્યો હતો. તે એક સરકારી કંપની છે જે ફ્રાન્સ માટે સિક્કા અને અન્ય ચલણ પણ બનાવે છે. રિપોર્ટ અનુસાર કંપની આવતા અઠવાડિયામાં ખેલાડીઓના તમામ ક્ષતિગ્રસ્ત મેડલ બદલી નાખશે. ફ્રેન્ચ કંપની મોનાઇ ડે પેરિસે દરેક મેડલમાં એફિલ ટાવરના લોખંડના ટુકડાઓનો ઉપયોગ કર્યો હતો. આ કંપનીએ ઓલિમ્પિક રમતો માટે 5,084 ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ ચેમ્પિયન ટ્રોફીનો પુરસ્કાર જીતનાર ICCએ બનાવ્યું સ્પેશિયલ જેકેટ, Videoમાં જુઓ અદભુત
મનુ ભાકરનો રેકોર્ડ્સ
મનુ ભાકરે સૌપ્રથમ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, આ સાથે તે કોઈપણ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની. ત્યાર બાદ મનુએ મિશ્ર 10 મીટર એર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો, જેમાં તેણે સરબજોત સિંહ સાથે ભાગીદારી કરી. દેશની આઝાદી પછી એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.