બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / મનુ ભાકર ફરીથી જશે પેરિસ, ગોલકીપર પીઆર શ્રીજેશ સાથે નિભાવશે આ મોટી જવાબદારી
Last Updated: 04:02 PM, 9 August 2024
શ્રીજેશ અને મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં ધ્વજધારક તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બે શૂટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, જ્યારે ભારતીય હોકી ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિક્સ 26 જુલાઈથી શરૂ થઈ હતી અને 11 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. હવે પેરિસ ઓલિમ્પિક સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહ માટે ભારતીય દળના ધ્વજ વાહક તરીકે શૂટર મનુ ભાકર સાથે હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશને જવાબદારી સોંપવામાં આવી છે. IOA દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સના સમાપન સમારોહમાં પિસ્તોલ શૂટર મનુ ભાકર સાથે સંયુક્ત ધ્વજધારક તરીકે હોકી ગોલકીપર પીઆર શ્રીજેશનું નામાંકન જાહેર કરતાં આનંદ થાય છે.
ADVERTISEMENT
PR Sreejesh named India flagbearer with Manu Bhaker for Paris 2024 Closing Ceremony
— ANI Digital (@ani_digital) August 9, 2024
Read @ANI Story | https://t.co/0vDTcIlWqQ#PRSreejesh #IndianHockey #ParisOlympics #TeamIndia #hockey pic.twitter.com/SCW98TTfBO
IOA પ્રમુખ પીટી ઉષાએ જણાવ્યું હતું કે શ્રીજેશ IOA નેતૃત્વમાં શેફ ડી મિશન ગગન નારંગ અને સમગ્ર ભારતીય ટુકડી સહિત ભાવનાત્મક અને લોકપ્રિય પસંદગી હતા. પીટી ઉષાએ કહ્યું, શ્રીજેશે ભારતીય હોકીમાં ખાસ કરીને અને સામાન્ય રીતે ભારતીય રમતોમાં બે દાયકાથી વધુ સમયથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઉષાએ કહ્યું કે તેણે ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપરા સાથે વાત કરી હતી. ઉષાને કહ્યું – તમે મને પૂછ્યું ન હોત તો પણ મેં શ્રી ભાઈનું નામ સૂચવ્યું હોત. આ દર્શાવે છે કે નીરજને શ્રીજેશ અને ભારતીય રમતમાં તેના યોગદાન માટે અપાર આદર છે.
ADVERTISEMENT
વધુ વાંચો : Video: 'ગોલ્ડને મનમાંથી નીકાળી દો, તમે સ્વયં ગોલ્ડ છો', PM મોદીએ નીરજ ચોપરા કરી ટેલિફોનિક વાતચીત
IOAએ અગાઉ મનુ ભાકરને મહિલા ધ્વજ ધારક તરીકે નામ આપ્યું હતું, જે આઝાદી બાદ એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ છે. શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. મનુએ 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીત્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે પણ મિશ્ર ટીમ ઈવેન્ટમાં બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો. તેમની સાથે ટીમમાં સરબજોત સિંહ પણ હતો. મનુ ભારત પરત ફરી છે અને હવે તે સમાપન સમારોહ માટે ફરીથી પેરિસ જશે. જ્યારે પીઆર શ્રીજેશે ભારતીય પુરૂષ હોકી ટીમ માટે ગોલકીપર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય હોકી ટીમ સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ જીતવામાં સફળ રહી હતી. શ્રીજેશની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.