બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / manoj tiwari lashes out on kangana ranaut and anurag kashyap says bhasha me kho deti hai maryada
Premal
Last Updated: 06:29 PM, 9 February 2022
ADVERTISEMENT
એક કલાકારની હોય છે જવાબદારી
મનોજ તિવારી એક ટોક શો અનફિલ્ટર્ડ બાય સમદીશમાં પહોંચ્યા હતા. આ ટૉક શો દરમ્યાન મનોજ તિવારીએ કંગના રનોત અને અનુરાગ કશ્યપને લઇને મોટી વાત કહી દીધી. કંગના રનોત અંગે વાત કરતા મનોજ તિવારીએ કહ્યું, મને લાગે છે કે તમારે તમારું મંતવ્ય આટલા ઉગ્ર અંદાજમાં ના આપવુ જોઈએ. તે કોઈ પણની ઉપર સીધો શાબ્દિક હુમલો કરી દે છે. એક કલાકારની અમુક જવાબદારી હોય છે. આ વાતચીતમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પણ ઉલ્લેખ થયો. જેના પર મનોજ તિવારીએ કહ્યું કે કંગનાએ અભિનેતા અંગે જે કહ્યું તે યોગ્ય હતુ. પરંતુ એટલુ જરૂરી છે કે મહારાષ્ટ્ર સરકાર પ્રત્યે તેમનું વલણ ખૂબ કડક હતુ. જેના પર કંગનાનું વલણ અયોગ્ય છે.
ADVERTISEMENT
ગુમાવી દે છે મર્યાદા
મનોજ તિવારીએ વધુમાં કહ્યું, બધાએ પોતાના વિચાર મુકવા જોઈએ. પરંતુ કોઈનું પણ અપમાન કરવુ તે આપણા દેશની સંસ્કૃતિ નથી. મુખ્યમંત્રી પદ સંભાળનારા વ્યક્તિનું બધાએ સન્માન કરવુ જોઈએ. લોકો આપણા વડાપ્રધાન વિશે પણ આવી વાતો કરતા હોય છે એવા લોકોને હું કહેવા માગુ છુ કે દેશમાં મોટા પડદા પર બેઠેલા લોકોનું સન્માન કરવુ જોઈએ. દરેક રીતે ટીકા કરવી જોઈએ, પરંતુ સન્માનની સાથે. મર્યાદિત ભાષા હોવી જોઈએ અને કંગના ક્યારેક-ક્યારેક ભાષામાં મર્યાદા ગુમાવી દે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.