બોલિવુડે સાઉથની ફિલ્મોમાંથી શીખવાની છે જરૂર : મનોજ બાજપાઈ
સાઉથની ફિલ્મોની સફળતાથી બોલિવુડમાં હડકંપ
મનોજ બાજપાઈ એક શાનદાર એક્ટર છે. આજકાલ ઘણા એક્ટર્સે સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીની સફળતાનાં વખાણ કર્યા છે. હવે આમાં હિંદી સિનેમા સાથે જોડાયેલ મનોજનું નામ પણ સામેલ થઇ ચુક્યું છે. એક્ટરે માન્યું છે કે સાઉથની ફિલ્મોની સફળતાએ બોલિવુડ પર અસર કરી છે. KGF ચેપ્ટર 2, RRR અને પુષ્પાની સફળતા વિષે વાત કરતા મનોજ કહે છે કે આ ફિલ્મોની સફળતાએ બોલિવુડ ફિલ્મ નિર્માતાઓમાં ડર પેદા કર્યો છે.
મનોજ બાજપાઈએ કહ્યું કે સમય આવી ગયો છે કે બોલિવુડ ફિલ્મમેકર્સ હવે સાઉથની ફિલ્મોની સફળતાથી સીખ લે અને કોશિશ કરે કે ત્યાની ફિલ્મોની સફળતા પાછળનું રહસ્ય શું છે. પેનડેમિક બાદ સાઉથ ફિલ્મ અલ્લૂ અર્જુન સ્ટારર પુષ્પા: ધ રાઈઝએ હિન્દી બેલ્ટમાં સાઉથનું વર્ચસ્વ બનાવવાનો ટ્રેન્ડ શરુ કર્યો.
સાઉથ ફિલ્મોની સફળતાથી બોલિવુડમાં ડર
ફિલ્મ પુષ્પા:ધ રાઈઝનાં હિન્દી ડબિંગ વર્ઝને લગભગ 106 કરોડની કમાણી કરી હતી. ત્યાર બાદ એસએસ રાજામૌલીની RRR અને KGF 2ની સફળતાએ તો સૌને હચમચાવી નાંખ્યા. આ ફિલ્મોની સતત સફળતાએ તો હિન્દી સીનેમાજગતનાં દિગ્ગજોને વિચારતા કરી દીધા છે. હાલમાં જ રામ ગોપાલ વર્મા જેવા મશહૂર ફિલ્મમેકર સહીત ઘણા લોકોએ પોતાની તકલીફો જતાવી છે.
મનોજ બાજપાઈએ કહ્યું કે આ ફિલ્મોની સફળતા એક પાઠ છે, જેનાથી બોલીવુડે શીખવાની જરૂર છે. દર્શકોનું સમ્માન અને તેમનો જુસ્સો તેમના માટે સૌથી ઉપર છે.
બોલીવુડે શીખવાની છે જરૂર
મનોજ આગળ કહે છે કે તે લોકો જુસ્સાદાર છે. ફિલ્મનો દરેક શોટ એ પ્રકારે લે છે, માનો દુનિયાનો બેસ્ટ શોટ લઇ રહ્યા હોય. જો તમે RRR કે KGF જુઓ, તો દરેક ફ્રેમને એ પ્રકારે શૂટ કરવામાં આવી છે કે માનો એ તેમના જીવનનો છેલ્લો શોટ છે. આ જ આપણે ત્યાં અછત છે. આપણે ત્યાં મેનસ્ટ્રીમ માત્ર બોક્સ ઓફિસ વિષે વિચારે છે. અમે ખુદને ક્રિટિસાઈઝ નથી કરી શકતા. એટલા માટે તેમને અલગ કહીને અલગ કરીએ છીએ પરંતુ મુંબઈ ફિલ્મ ઈંડસ્ટ્રી માટે આ એક મોટો પાઠ છે કે ક્યાં પ્રકારે મેનસ્ટ્રીમ સિનેમા બનાવવુ જોઈએ.