mann Ki Baat 68th Edition By Pm Narendra Modi Today 30 August 2020
સંબોધન /
PM મોદીએ 'મન કી બાત' સાંભળી રહેલા બાળકોના માતાપિતાથી માફી માંગી અને કરી ખાસ અપીલ
Team VTV11:34 AM, 30 Aug 20
| Updated: 11:47 AM, 30 Aug 20
દેશમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે અનલોક-4 માટેની ગાઈડલાઈન આપી દેવામાં આવી છે અને એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધિત કર્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ છે મન કી બાત
હવે બધા માટે લોકલ રમકડા માટે વોકલ થઇ જવાનો સમય છે :પીએમ નરેન્દ્ર મોદી
વડાપ્રધાન મોદી આજે સવારે મન કી બાત કાર્યક્રમથી દેશવાસીઓને સંબોધિત કર્યું. તેમના માસિક રેડિયો બુલેટિનનું આ 68મી સંસ્કરણ છે. પીએમ મોદીએ આ પહેલા લોકોને ઇનપુટસ અને પોતાના વિચાર શેર કરવા માટે લોકોને અપીલ કરી હતી. મન કી બાતમાં પીએમ મોદીએ ઉત્સવો અને ખરીફ પાકની વાવણી પર પોતાના વિચાર મૂક્યા ને રમકડાને લઈને દેશવાસીઓથી ખાસ અપીલ કરી.
બાળકોના માતા-પિતાથી માફી માંગુ છું : PM મોદી
દેશમાં આત્મનિર્ભર ભારતની શરૂઆત કરવામાં આવી છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે લોકલ વસ્તુઓને પ્રોત્સાહન આપો ત્યારે આજે નાના બાળકોના રમકડા તરફ પીએમ મોદીએ દેશનું ધ્યાન દોર્યું અને તેના માટે ખાસ અપીલ પણ કરી. પીએમ મોદીએ કહ્યું કે હું મન કી બાત સાંભળી રહેલા બાળકોના માતા-પિતાથી માફી માંગુ છું કારણ કે હોઈ શકે કે હવે તે મન કી બાત સાંભળ્યા બાદ રમકડાની નવી નવી માંગણીઓ શરુ કરી દેશે અને માતાપિતા માટે એક નવું કામ સામે આવી જશે. PM મોદીએ કહ્યું કે રમકડા જ્યાં એક્ટિવિટીને વધારે છે ત્યાં આપણી આકાંક્ષાઓને નવી ઉડાન પણ આપે છે.
इस जमाने में कंप्यूटर गेम्स का भी बहुत ट्रेंड है। लेकिन इनमें जितने भी गेम् होते हैं उनकी थीम्स अधिकतर बाहर की होती हैं। हमारे देश में इतने आइडियाज़ और कॉन्सेप्ट हैं। मैं देश के युवा से कहता हूं कि भारत में और भारत के भी गेम्स बनाइए : मन की बात में प्रधानमंत्री नरेंद्र मोदी https://t.co/uqZxu3fz0Z
રમકડાને લઈને દેશવાસીઓથી ખાસ અપીલ કરતાં પીએમ મોદીએ કહ્યું 'હવે બધા માટે લોકલ રમકડા માટે વોકલ થઇ જવાનો સમય છે. આવો આપણે કંઇક નવા પ્રકરાના સારી ગુણવત્તાનાં રમકડાં બનાવીએ. આપણે એવા રમકડાં બનાવીએ પર્યાવરણને પણ અનૂકૂળ હોય. આપણા દેશમાં કેટલા બધા આઈડિયા છે અને કેટલા બધા કોન્સેપ્ટ છે, સમૃદ્ધ ઈતિહાસ પણ છે. શું આપણે તેના પર ગેમ્સ બનાવી શકીએ છે ?.હું દેશના યુવાન ટેલેન્ટ થઇ કહું છું તમે ભારત માટે ગેમ્સ બનાવો અને ભારતમાં જ ગેમ્સ બનાવો. કહેવામાં પણ આવે છે કે : Let the games begin!તો ચાલો ખેલ શરુ કરીએ.'
આયોજનમાં જે રીતે ધીરજ અને સાદગી જોવા મળી રહી છે તે અભૂતપૂર્વ
મન કી બાતના 68મી વાર દેશવાસીઓને પીએમ મોદી સંબોધિત કરી રહ્યા છે ત્યારે અત્યારે દેશમાં તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે કોરોનાકાળમાં દેશવાસીઓએ જે ધીરજ રાખી રહ્યા છે તેના પર પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં દેશવાસીઓમાં પોતાની જવાબદારીની લાગણી છે જેના કારણે ઉત્સવોમાં લોકો ધીરજતા દાખવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે દેશમાં થઇ રહેલા આયોજનમાં જે રીતે ધીરજ અને સાદગી જોવા મળી રહી છે તે અભૂતપૂર્વ છે.
આપણા પર્વ ખેડૂતોના પરિશ્રમના કારણે રંગબેરંગી બની જાય છે
ખેડૂતોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશમાં આ વખતે ખરીફ પાકની વાવણીમાં ગયા વર્ષે કરતા સાત ટકાનો વધારો થયો છે. હું તેના માટે દેશના ખેડૂતોને શુભકામનાઓ પાઠવું છું, તેમના પરિશ્રમને નમન કરું છું. ખેડૂતોની શક્તિથી આપણું જીવન, સમાજ ચાલે છે. આપણા પર્વ ખેડૂતોના પરિશ્રમના કારણે રંગબેરંગી બની જાય છે.