Monday, July 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

Movie Review : મનમર્ઝિયા

Movie Review : મનમર્ઝિયા
લવ એન્ડ રિલેશનશિપ્સ આર કોમ્પિલેકેટેડ એટલે કે પ્રેમ અને રિલેશનશિપ જટિલ હોય છે આ સ્ટેટસને તમે અનેક જગ્યાએ વાચ્યું અને સાંભળ્યું હશે. અનુરાગ કશ્યપ ડિરેક્ટરેડ અને આનંદ.એલ.રાયના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'મનમર્ઝિયા' માં જ આ સ્ટેટસને ખૂબ જ સુંદરતા અને મેચ્યોરિટી સાથે દેખાડવામાં આવ્યુ છે. ફિલ્મની વાર્તા ભલે ત્રિકોણ જેવા જૂના આઇડિયાની આસપાસ ફરતી હોય પણ આ ફિલ્મકારોની સ્ટોરી ટેલિંગનો અંદાજ નવો અને અનોખો છે જે કદાચ પરંપરાગત વિચારશરણી ધરાવતા દર્શકોને કદાચ ના ગમે..

સ્ટોરી:

ફિલ્મની વાર્તાની જો વાત કરવામાં આવે તો રૂમ (તાપસી પન્નુ) અને વિકી (વિકી કૌશલ) એકબીજાને પ્રેમ કરે છે જ્યારે પણ તક મળે ત્યારે એકબીજામાં સમાઇ જવા તલપાપડ રહે છે તેમનો પ્રેમ શરીરની તમામ સીમાઓને તોડી ચૂક્યો છે. વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ઘરના લોકો રૂમી અને વિકીને બેડરૂમમાં પકડી લે છે. હવે રૂમીના ઘરના લોકો તેના પર લગ્ન માટે દબાણ કરે છે જેથી રૂમી વિકીને ફરમાન આપી દે છે બીજા દિવસે તે પોતાના ઘરના લોકોને તેના લગ્નની વાત કરવા માટે લાવે પણ વિકી આ માટે તૈયાર નથી. તે રૂમીને દગો આપે છે અને બીજા દિવસે આવતો નથી. વાર્તાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે વિદેશથી લગ્ન કરવા આવેલા રૉબી ( અભિષેક બચ્ચન) એન્ટ્રી કરે છે તે રૂમીનો ફોટો જોઇને જ તેના પ્રેમ પડી જાય છે અને વિકીથી નારાજ રૂમી રૉબી સાથે લગ્ન કરવા માટે હા પાડી દે છે. જોકે જે પછી શું થાય છે કે તે માટે તમારે ફિલ્મ જોવાની રહેશે.

ડિરેક્શન:

ફિલ્મના ડિરેક્શનની વાત કરીએ તો અનુરાગની આ ફિલ્મ આજના સમયમાં એવી પ્રેમની વ્યાખ્યાને ચિત્રિત કરે છે જેનાથી મોટાભાગના આજના યુવાનો પસાર થાય છે. પાત્રોની બોલ્ડનેસની બાબતમાં આનંદ એલ રાય એક  કદમ આગળ વધ્યા છે તો અનુરાગ તેમને ટ્રીટ કરતા ખૂબ જ નરમાશથી વર્તતા દેખાય છે. અનુરાગે પાત્રોના સિકવન્સ અને દ્દશ્યોને એટલી સુંદરતાથી બચાવ્યા છે કે તમને પણ પસંદ આવશે. ફિલ્મના ઘણા દ્દશ્યો એવા છે જે ખૂબ જ મજેદાર છે. તે તમને મલ્ટિપલ ઇમોશન્સનો અહેસાસ કરાવે છે. 

એક્ટિંગ:

તાપસીનું આ ફિલ્મનું કેરેક્ટર તેની કરિયરનું સૌથી ઉત્કૃષ્ટ કેરેક્ટર છે તેમ કહેવું ખોટું નથી. તેણે એક અનકન્વેન્શનલ કેરેક્ટર એટલું કન્વિન્સિંગલી ભજવ્યુ છે કે તમે તેના પ્રેમ પડી જશો. અભિષેક બચ્ચને આ ફિલ્મથી લાબાં સમય પછી ફરી કમબેક કર્યું છે. અભિષેકની એક્ટિંગ વાર્તાને ખાસ બનાવે છે. વિકી કૌશલે પોતાના કેરેક્ટરને ન્યાય આપ્યો છે જેને પ્રેમ તો સમજાય છે પણ જિંદગી અને જવાબદારી નહીં.  ફિલ્મની બાકીની સપોર્ટિંગ કાસ્ટ પણ સરસ છે. સંગીત બાબતે પણ બધા જ ગીતો સૉલફૂલ છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ