બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે CBI-ED પાસે માંગ્યો જવાબ, 29 જુલાઈએ ફરી સુનાવણી
Last Updated: 01:12 PM, 16 July 2024
Manish Sisodia Bail Hearing : દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ મનીષ સિસોદિયાની જામીન અરજી પર મંગળવારે (16 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ સિસોદિયાની અરજી પર સુપ્રીમ કોર્ટે CBI અને EDને નોટિસ પાઠવી છે. બંને તપાસ એજન્સીઓ દ્વારા નોંધાયેલા કેસમાં મનીષ સિસોદિયાએ જામીન માંગ્યા છે. આ મામલામાં આગામી સુનાવણી હવે 29 જુલાઈએ થશે.
ADVERTISEMENT
EDએ સિસોદિયા વિરૂદ્ધ લિકર પોલિસી મામલામાં મની લોન્ડરિંગ કેસમાં કેસ નોંધ્યો છે જ્યારે CBIએ ભ્રષ્ટાચારના કેસમાં AAP નેતા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. દિલ્હી લિકર પોલિસી હવે રદ કરવામાં આવી છે પરંતુ તેમાં કહેવાતા કૌભાંડના આરોપમાં AAPના ઘણા નેતાઓ જેલમાં ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પણ દારૂ નીતિ કેસમાં જેલમાં છે. આ કેસમાં રાજ્યસભાના સાંસદ સંજય સિંહ પણ જેલમાં જઈ ચૂક્યા છે અને હાલ જામીન પર બહાર છે.
ADVERTISEMENT
Supreme Court issues notice to Enforcement Directorate on AAP leader Manish Sisodia's petition challenging Delhi High Court order rejecting his bail plea in excise policy money laundering case pic.twitter.com/CQZbYjetXF
— ANI (@ANI) July 16, 2024
મનીષ સિસોદિયા 16 મહિનાથી જેલમાં: વકીલ
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચે મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરી. AAP નેતા તરફથી હાજર રહેલા એડવોકેટ વિવેક જૈને દલીલ કરી હતી કે તેમનો અસીલ છેલ્લા 16 મહિનાથી જેલમાં છે. તેમની સામેનો કેસ ઓક્ટોબર 2023માં હતો તે જ તબક્કે છે.
કોર્ટે ED-CBIને નોટિસ પાઠવી જવાબ માંગ્યો
ગયા વર્ષે ઓક્ટોબરમાં કોર્ટે કહ્યું હતું કે, જો કેસ આગળ નહીં વધે તો સિસોદિયા જામીન માટે અપીલ કરી શકે છે. સિસોદિયાના વકીલની દલીલો સાંભળ્યા પછી સર્વોચ્ચ અદાલતની બેન્ચે બંને કેન્દ્રીય તપાસ એજન્સીઓ એટલે કે, ED અને CBIને નોટિસ જાહેર કરી અને તેમનો જવાબ માંગ્યો. કોર્ટે હવે આ મામલે આગામી સુનાવણી 29 જુલાઈના રોજ નક્કી કરી છે.
વધુ વાંચો : આમ જનતાને મોંઘવારીનો વધુ એક માર, શાકભાજીના ભાવ આસમાને, ટામેટા 100 રૂપિયાને પાર
ક્યારે કરાઇ હતી મનીષ સિસોદિયાની ધરપકડ ?
વાસ્તવમાં મનીષ સિસોદિયાની 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA) હેઠળ ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ દિલ્હી સરકારમાં આબકારી મંત્રી હતા જેના કારણે દારૂ નીતિ કેસ સાથે જોડાયેલા તાર તેમની પાસે પહોંચ્યા હતા. ધરપકડ બાદ સિસોદિયાએ 28 ફેબ્રુઆરીએ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ગયા વર્ષે જ 9 માર્ચે CBIએ સિસોદિયાની દારૂની નીતિ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
નેશનલ / વડાપ્રધાન મોદી આજે સાઉદી અરેબિયાના પ્રવાસે જશે, આ મુદ્દાઓ પર થઈ શકે ચર્ચા
Priykant Shrimali
મુલાકાત / અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પહોંચ્યા વડાપ્રધાનના નિવાસસ્થાને, PM મોદીએ રિસિવ કર્યા
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.