મુંબઇ: અંતે કંગના રાણાવતની ફિલ્મ 'મણિકર્ણિકા' નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. પ્રશંસકો આ ટ્રેલરની રાહ જોઇ રહ્યા હતા.
ટ્રેલરની શરૂઆતમાં થોડી લાઇનો આવી છે 'અંગ્રેજી સરકાર ગીધની જેમ ઝાંસી પર નજર નાંખીને બેઠી છે. જો ઝાંસીને સાચો સમય રહેતા ઉત્તારધિકાર નહીં મળે તો આ ઝંસીને હડપી લેશે' અને ત્યારબાદ ટ્રેલરમાં એન્ટ્રી થાય છે. કંગના રાણાવત એમાં જેટલી સુંદર છે એટલી જ વધારે એ તાકાતવાર છે. તલવાર બાદજીથી લઇને ઘોડેસવારી સુધી એને માત આપવું મુશ્કેલ છે. અંતે મણકર્ણિકાને રાણી લક્ષ્મીબાઇની ઉપાધિ આપવામાં આવે છે અને અહીંથી શરૂ થાય છે અંગ્રેજોને ધૂળ ચટાડવાનો પ્રયત્ન.
જણાવી દઇએ કે આ ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની જીવન પર આધારિત છે જ્યારે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું દેશ પર રાજ હતું અને પોતાના દેશમાં લડાઇના મેદાનમાં લક્ષ્મીબાઇ કૂદી પડી હતી.