બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માંગરોળની બોટ દરિયામાં ફસાઈ, કોસ્ટગાર્ડે ડૂબતી બોટમાંથી ખલાસીઓને બચાવ્યા, જુઓ વીડિયો
Last Updated: 12:00 AM, 14 December 2024
માંગરોળ બંદરની ઓમશ્રી નામની બોટ દરિયામાં ફસાઈ હોવાની ખબર સામે આવી હતી. જે બા કોસ્ટગાર્ડની ટીમે બોટ અનતેમાં સવાર ખલાસીઓને બચાવવા રેસ્કયુ શરૂ કર્યું હતું.
ADVERTISEMENT
બોટ સાત ખલાસીઓ સાથે માંગરોળ અને માધવપુર વચ્ચે દરીયામા ફસાઈ હતી. અચાનક બોટમાં ખામી સર્જાતા બોટ ડુબવા લાગી હતી. આજુબાજુ ફીસીગ કરી રહેલી બોટને જાણ કરતા તેમણે કોસ્ટગાર્ડને જાણ કરી હતી.. જે બાદ કોસ્ટગાર્ડની ટીમે 7 ખલાસીઓનું રેસ્કયુ કરીને તેમને બચાવી લીધા હતા. ખલાસીઓને બચાવ્યા બાદ બોટને ડૂબતી બચાવવાના પ્રયાસ શરૂ કરાયા હતા.
મહત્વની વાત એ રહી હતી કે બોટમાં સવાર ખલાસીઓએ સમયસુચકતા વાપરી આજુબાજુ માછલા પકડવા માટે આવેલી અન્ય બોટને જાણ કરી હતી, જે બાદ તેમણે કોસ્ટગાર્ડને જાણ કરી હતી. કોસ્ટગાર્ડની ટીમ તાત્કાલીક રેસ્ક્યુ કીટ લઈ રવાના થઇ હતી અને રેસ્કયૂ કામગીરી હાથ ધરાઇ હતી, અને તમામ સાત ખલાસીઓને બચાવી લેવાયા હતા.. અને બાદમાં બોટને બચાવવા પ્રયાસ શરૂ કરાયા
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદીઓને વિદેશ નહીં જવું પડે! એરો સ્પોર્ટ્સ કાર્નિવલમાં માણી શકશે હોટ એર બલૂન રાઈડની મજા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.