ઘણા ઓછા લોકો કેરીની છાલને સ્કિન કેરમાં ઉપયોગમાં લે છે. પરંતુ સ્કીન કેરમાં બેસ્ટ રિઝલ્ટ આપવા માટે તે ખૂબ જ કારગર છે.
કેરી ખાધા પછી છાલ ફેંકો નહીં
ડાર્ક સ્પોટ્સ દૂર કરવામાં મળશે મદદ
આ રીતે મેળવો ગ્લોઈંગ સ્કીન
શું તમે જાણો છો કે કેરીની છાલ સ્કીન કેર માટે ખૂબ જ ઉપયોગી છે? કેરીની છાલ સ્કીનને બેદાગ અને ગ્લોઇંગ બનાવીને તેને હેલ્ધી રાખવામાં તમારી મદદ કરી શકે છે. ઘણા ઓછા લોકો છે જે સ્કિન કેરમાં તેનો ઉપયોગ કરે છે. પરંતુ તે સ્કીન કેરમાં બેસ્ટ રિઝલ્ટ આપવા માટે કારગર છે. અમે તમને મેંગો પીલનો ઉપયોગ કરવાની રીત અને તેના ઉપયોગના બેનેફિટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ઓપન પોર્સ
ધૂળ-માટી ચહેરા પર રહેલા ઓઈલ પોર્સને બંધ કરી દે છે. એવામાં એક્ને અથવા પિમ્પલ્સ થાય છે. જો તમે પોતાના ઓપન પોર્સને સાફ કરવા માંગો છો અને તેને ટાઈટ કરવા માંગો છો તો કેરીની છાલનો ઉપયોગ કરો. તેના માટે કેરીની છાલને ફ્રિઝમાં મુકી દો અને પછી બહાર કાઢીને તેની છાલથી ચહેરા પર મસાજ કરો. આમ કરવાથી ચહેરા પર રહેલા દાગ ઓછા થઈ જશે.
ટેનિંગ
ઉનાળામાં સ્કિન ટેન થઈ જવી સામાન્ય વાત છે. પરંતુ ટેનિંગ વધી જવા પર સ્કિન ડેમેજ દેખાય છે. તેના માટે તમને કેરીની છાલનું પેક લગાવી શકો છો. તેના માટે કેરીની છાલને બ્લેડ કરી તેમાં દહી મિક્ષ કરી પેસ્ટને પાટળી જ રાખો અને પછી ચહેરા અને હાથ પર લગાવો. કેરીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ સ્કિનને અંદરથી રિપેર કરવાનું કામ કરશે.
ડાર્ક સ્પોર્ટ્સ
ચહેરા પર આવનાર ડાર્ક સ્પોર્ટ્સને રિમૂવ કરવા માટે તમારે કેરીની છાલ અને મધનો ઉપાય કરવાનો રહેશે. તેના માટે કેરીની છાલ લો અને તેના પર થોડુ મધ નાખો. હવે તેનાથી ચહેરા પર મસાજ કરો અને ધ્યાન રાખો કે તમારે આવું હલ્કા હાથોથી કરવાનું રહેશે. થોડા જ દિવસોમાં તમને ફરક જોવા મળશે.