બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / જ્યાં વર્ષોથી ભાવિકો ધરાવે છે જલેબીનો પ્રસાદ, જાણો કઇ રીતે હનુમાનજીનું નામ પડ્યું જલેબી દાદા

દેવ દર્શન / જ્યાં વર્ષોથી ભાવિકો ધરાવે છે જલેબીનો પ્રસાદ, જાણો કઇ રીતે હનુમાનજીનું નામ પડ્યું જલેબી દાદા

Last Updated: 06:13 AM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા જલેબી હનુમાન દાદાના મંદિરે સવારથી દર્શનાર્થી ટોળા ઉમટી પડે છે. જલેબી હનુમાનજી દાદાના દર્શન કરવા ભાવિકો દૂરદૂરથી આવે છે.

સુરતના માંગરોળ ગામની સીમમાં આવેલા સુપ્રસિધ્ધ જલેબી હનુમાનદાદાના મંદિરે શનિવારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. દૂરદૂરથી ભાવિકો હનુમાનજીના દર્શન કરવા માટે મંદિરે આવે છે. ઘણા ભાવિકો પદયાત્રા કરીને દાદાના દર્શન કરવા માટે આવે છે અને જલેબીનો પ્રસાદ ધરાવીને પોતાની મનોકામના માંગે છે અને તે પૂરી થવાની ભક્તોમાં અતૂટ માન્યતા છે. દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવે છે એટલે તે જલેબી હનુમાનદાદાના નામથી ઓળખાય છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા જલેબી હનુમાન દાદાના મંદિરે સવારથી દર્શનાર્થી ટોળા ઉમટી પડે છે. જલેબી હનુમાનજી દાદાના દર્શન કરવા ભાવિકો દૂરદૂરથી આવે છે. પોતાની મનોકામના પૂર્ણ કરવા દર શનિવારે મંદિરે ભક્તોની ભીડ જામે છે.

d 1

સીમમાં બિરાજતા હનુમાનદાદા

માંગરોળમાં રહેતા હિરેનભાઈ કાંતિભાઈ પાઠકના પૂર્વજોના સ્વપ્નમાં હનુમાનજીએ પોતે અહીં વસવાટ કરતા હોવાનુ કહ્યુ હતુ અને તેમના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી સાથે રત્નેશ્વર મહાદેવનાં 2 શિવલિંગ પણ પ્રગટ થયા હતા. અને ગ્રામજનો દ્વારા મૂર્તિઓને માંગરોળ ગામની સીમમાં સ્થાપિત કરવામાં આવી હતી. 1990 માં આ જગ્યા પર ખેતરમાં હિરેનભાઈ પાઠક અને સ્વર્ગસ્થ જેમીનભાઈ પટેલ દ્વારા ભૂખી નદીના કિનારા પર ખેતરની જગ્યામાં સેધા પર કાચો રસ્તો બનાવી મંદિરની છત અને દીવાલો બનાવવાનું બાંધકામ શરૂ કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પરંતુ મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર કુદરતી રીતે તૂટી જતી હતી. મંદિરની છત ૨-૩ વખત બનાવવાની કોશિશ કરવા છતાં બનાવી શકાઈ ન હતી જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે અને શનિ શિંગણાપુર દાદાની જેમ ખુલ્લામાં મારી સ્થાપના કરવામાં આવે. એટલે હનુમાન દાદા મંદિરની છત વગર જ ત્યાં બિરાજમાન થયા હતા.

d 2

અહીંનુ બીલીપત્રનું ઝાડ કાંટા વગરનું છે

ખેતરમાં લીમડાના ઘટાદાર વૃક્ષ નીચે જ હનુમાનદાદાને બિરાજમાન કરવામાં આવ્યા હતા. હાલ લીમડાના વૃક્ષની નીચે દાદા બિરાજમાન થયેલા છે તેમનું ઘણા વર્ષો પહેલા લીમડાવાળા હનુમાન દાદા નામ રાખવામાં આવ્યુ હતું. હનુમાનદાદાની બાજુમાં જ રત્નેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. જે હાલ લીમડાના ઘટાદાર વૃક્ષ અને બીલીપત્રના ઝાડ નીચે છે. સામાન્ય રીતે બીલીપત્રનું ઝાડ કાંટા વાળુ હોય છે પણ અહીંનુ બીલીપત્રનું ઝાડ કાંટા વગરનું છે જે હનુમાન દાદાની મૂર્તિને છાંયડો આપે છે. વર્ષોથી મંદિરે આવતા ભક્તો દ્વારા દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો. એટલે સમય જતા દાદાનું નામ લીમડાવાળા દાદા પરથી જલેબી હનુમાનજીદાદા નામ પડી ગયુ અને હાલ જલેબી હનુમાનદાદાના નામથી મંદિર ખુબ પ્રચલિત થયું છે.

d 3

આ પણ વાંચો: મોરબીમાં ત્રિલોકેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર, ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ સાથે શનિદેવ બિરાજમાન

PROMOTIONAL 11

ખેતરમાં મૂર્તિની સાથે પ્રગટ થયા બે શિવલિંગ

દૂરદૂરથી ભાવિકભક્તો મંદિરે આવી જલેબીનો પ્રસાદ ધરાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે ભક્તો શ્રદ્ધાપૂર્વક ત્રણ પાંચ કે અગિયાર શનિવારની માનતા રાખે છે અને માનતા પૂર્ણ થવાની ભાવિકોમાં અતૂટ માન્યતા છે. રાજ્ય અને રાજ્ય બહારથી પણ ભક્તો હનુમાનજીના દર્શન કરવા મંદિરે આવે છે. જલેબી હનુમાનદાદા પર ભાવિકોને અતૂટ શ્રદ્ધા છે ઘણા ભાવિક વિદેશ જવાના વિઝા માટે પાસપોર્ટ લઈને દાદાના દર્શન કરવા આવે છે અને પાસપોર્ટ દાદાને ટચ કરી વિઝાની માટે એપ્લાય કરતા વિઝા મળી જવાની પણ અતૂટ માન્યતા છે. જેમને સંતાન પ્રાપ્તિનુ સુખ ના હોય તેવા ઘણા દંપતિ પણ દાદાની માનતા રાખતા હોય છે અને દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે. લોકોને જલેબી હનુમાનદાદા પર ખૂબ જ શ્રદ્ધા છે. દર શનિવારે 15 હજાર જેટલા દર્શનાર્થીઓ જલેબી હનુમાનદાદાના શરણે આવી તેમની મનોકામના પૂર્ણ કરે છે. મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો માટે મંદિરના આયોજકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે અને 3 થી 4 હજાર ભક્તો ભંડારામાં પ્રસાદીનો લાભ મેળવે છે. દાદાનુ મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જલેબી હનુમાન દાદાનું મંદિર ખૂબ પ્રસિદ્ધ મંદિર છે. ગાયકવાડ શાસનમાં માંગરોળ ગામ વાંધરી માંગરોળ નામથી ઓળખાતું હતું જે ખૂબ પ્રખ્યાત હતું. બાદમાં તે મોટા મિયા માંગરોળ તરીકે ઓળખાતુ અને હાલ જલેબી હનુમાન તરીકે ગામ ઓળખાવા લાગ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dev Darshan Jalebi Hanumanji Temple Mangarol Jalebi Hanumanji
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ