Thursday, June 27, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

#MeToo: એક્શનમાં સરકાર તપાસ કમિટી બનાવવાનું એલાન

#MeToo: એક્શનમાં સરકાર  તપાસ કમિટી બનાવવાનું એલાન નવી દિલ્હીઃ સરકારે મીટુ અભિયાન હેઠળ સામે આવી રહેલ મામલાઓની તાપસ કરાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ શુક્રવારે કહ્યું કે રિટાયર્ડ જજના નેતૃત્વ હેઠળ એક કમિટી બનાવવામાં આવશે જે મીટુ હેઠળ આવનાર કિસ્સાઓની તપાસ કરશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેઓ એવી દરેક ફરિયાદની પાછળના દર્દ પર ભરોસો કરે છે અને તે તમામ કિસ્સાઓ પર પણ ભરોસો કરે છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે મીટુ અભિયાન હેઠળ આવનાર તમામ કિસ્સાઓની તપાસ માટે અમે એક કમિટી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેમાં સીનિયર ન્યાયિક અધિકારી અને કાયદાના જાણકાર સામેલ હશે.

યૌન શોષણની ફરિયાદોથી લડવા માટે તમામ પ્રકાર રસ્તાઓ અને તેનાથી જોડાયેલ કાયદા અને સંસ્થાગત ફ્રેમવર્ તૈયાર કરવામાં આ કમિટી મદદ કરશે. વધુ પડતી મહિલાઓ મીટુ અભિયાન હેઠળ સોશિયલ મીડિયા પર પોતાની સાથે થયેલ વર્તન વિશે લખી રહી છે.

 1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ