ભારતીય જનતા પાર્ટી (BJP)ની નેતા મેનકા ગાંધી આ વખતે પીલીભીતની જગ્યાએ સુલ્તાનપુરથી ચૂંટણી લડશે. મેનકા ગાંધી પીલીભીતથી 6 વખત સાંસદ રહ્યા છે અને 2009માં આંવલા લોકસભા સીટથી પણ સાંસદ રહી ચૂક્યા છે. ચૂંટણીની તૈયારીઓ અને મહાગંઠબધનની રાજનીતિ વિશે વાત કરતા કહ્યુ કે, ''સુલ્તાનપુર સીટથી તેમના પતિ સંજીવ ગાંધી 2 વખત અને વરૂણ ગાંધી એક વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. આ મુશ્કેલ સીટ પર જીત મેળવવા માટે આ વખતે તેઓ અને કાર્યકર્તા મળીને ખૂબ જ મહેનતત કરી રહ્યા છે.'' મેનકા ગાંધીએ પોતાની જીતનો વિશ્વાસ અપાવ્યો પરંતુ કેટલા અંતરથી જીત થશે તે અંગે કોઇ કંઇ ના કહ્યુ.
મેનકા ગાંધીએ કહ્યુ કે, ''સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનથી સંયુક્ત ઉમેદવારની મને કોઇ ખતરો નથી અને હું ચૂંટણી જીતી રહી છું. માયાવતીની પાર્ટી વિશે આવણે તમામ લોકો બધુ જ જાણીએ છીએ, તેઓ પૈસા લઇને ટિકિટ વેચે છે અને આ વર્ષોથી ચાલતુ આવ્યુ છે. આ વખતે સુલ્તાનપુરમાં 15 કરોડમાં ટિકિટ વેચવામાં આવી છે.'' મેનકા ગાંધીએ કહ્યુ કે, ''માયાવતી ટિકિટ વેચે છે. હું હિંમત કરીને પહેલી વખત બોલી રહી છું. મને લાગે છે કે હવે વધારે લોકો બોલશે અને આ એક મોટો ચૂંટણી મુદ્દો બનશે કેમકે પૈસાથી ટિકિટ ખરીદીને કેવા-કેવા લોકો જીતીને આવે છે.''
પ્રિયંકા ગાંધીના સવાલ પર જવાબ આપતા મેનકા ગાંધીએ કહ્યુ કે, ''તેનો ચૂંટણીમાં કોઇ પ્રભાવ નહી હોય કેમકે તેમની પાસે કાર્યકર્તા નથી. ચૂંટણી દર ચૂંટણી તેમની પાસે કાર્યકર્તાઓ ઓછા થઇ જાય છે. બીજી તરફ તેમની પાસે કોઇ મુદ્દો નથી. આ માટે તેનો કોઇ પ્રભાવ નહી પડે.'' રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવા પર તેમણે કહ્યુ કે, ''કોઇ પણ વ્યકિત 2 અથવા તેનાથી વધારેની સીટ પર ચૂંટણી લડી શકે છે. હું સુલ્તાનપુરથી ચૂંટણી લડી રહી છુ અને તેની અસર અમેઠી અને રાયબરેલીમાં પણ થશે. હાલમાં હું પોતે સુલ્તાનપુરમાં મારી ચૂંટણીમાં વ્યસ્ત છું. પાર્ટીએ મને હજુ સુધી અમેઠી અને રાયબરેલીમાં પ્રચાર કરવા માટે કહ્યુ નથી કહેશે તો ચોક્કસથી પ્રચાર કરીશ.''
મેનકા ગાંધીએ કહ્યુ કે, ''રાહુલ ગાંધી ગમે તેટલો પ્રયત્ન કરે પરંતુ તે પ્રધાનમંત્રી નહી બની શકે. જો કોઇ ચમત્કાર થઇ જાય તો હું કંઇ કહી ના શકું.'' તેમણે આગળ કહ્યુ કે, ''દિવસ પ્રતિદિવસ અમારી સ્થિતિ વધારે સારી થઇ રહી છે. ગત વર્ષે વધારી સીટથી જીતીને અમે સરકાર બનાવી હતી. વરૂણ પીલીભીતથી સરળતાથી ચૂંટણી જીતશે કેમકે ત્યાં મેં કામ કર્યુ છે, લોકોને ખૂબ જ પ્રેમ આપ્યો છે. અમેઠી અને રાયબરેલીની સીટ કોણ જીતશે, તે અંગે ભવિષ્યવાણી નહી કરી શકુ કેમકે હું પીલીભીતથી ચૂંટણી લડતી હોવુ તો ના કહી શકુ કે બરેલીમાં શું થશે.''
આ વખતે મેનકા ગાંધી અને વરૂણ ગાંધીના આગ્રહ પર ભાજપે બંને લોકસભાની સીટની અદલાબદલી કરી છે. મેનકા ગાંધીને સુલ્તાનપુર અને વરૂણ ગાંધીને પીલીભીતથી પાર્ટીની ટિકિટ આપી છે. વરૂણ ગાંધીએ 2014માં સુલ્તાનપુરથી 2 લાખ 28 હજાર સુધી મતોથી ચૂંટણી જીતી. આ વખતે મેનકા ગાંધીના લગભગ નજીકના નેતાઓ દાવો કર્યો કે, સુલ્તાનપુરથી મેનકા ગાંધી આ વખતે 4 લાખ વોટોથી ચૂંટણી જીતવા જઇ રહ્યા છે.
મેનકા ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યુ હતુ કે, ''સુલ્તાનપુરથી જૂનો સંબંધ છે. તેમના દિકરા વરૂણ ગાંધીએ સુલ્તાનપુરને પોતાનો કર્મ ક્ષેત્ર બનાવ્યુ અને વિકાસના ઘણા કામ કર્યા. હવે તેઓ પોતે આ વખતે સુલ્તાનપુરની સેવા કરશે. મોદી સરકારે ગરીબ લોકોને આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર માટે 5 લાખ રૂપિયા આપ્યા, મુદ્રા યોજનામાં કામ-ધંધા માટે લોન આપી. મોદી સરકારે પાક્કુ ઘર, ઉજ્જવલ યોજના હેઠળ ગેસ આપ્યો, જે ગરીબના ઘરમા વિજળી ન હતી, તેમણે ફ્રીમાં કનેક્શન આપ્યુ.''
સમાજવાદી પાર્ટી અને BSPના ગઠબંધનના સયુક્ત ઉમેદવાર માટે મેનકા ગાંધીએ કહ્યુ કે, ''તેમના તરાજૂમાં એક તરફ બંદૂકધારી છે તો બીજી તરફ મા. હવે તમારે નક્કી કરવાનુ રહેશે કે કોણી પસંદગી કરવી કેમકે એક તરફ બંદૂકધારીને 15 કરોડમાં ટિકિટ ખરીદી છે, હવે તમે વિચારી લો કે જો કોઇ 15 કરોડમાં ટિકિટ ખરીદશે તો તેની રિકવરી તમારા ખિસ્સામાંથી જ કરશે.''