ખાણીપીણી બજાર /
અમદાવાદના માણેકચોક જાઓ તો આ ફૂડ આઈટમ્સ ખાવાનું ન ભૂલતા, જાણો રસપ્રદ માહિતી
Team VTV10:55 PM, 10 Feb 20
| Updated: 12:00 AM, 11 Feb 20
અમદાવાદનો માણેકચોક, આ નામથી કદાચ કોઈ અજાણ હોય તેવું નહીં હોય. તમે ગુજરાતી છો તો આ નામ તમારા જીવનમાં વર્ણાઈ ગયું હશે. જો તમે ગુજરાતી છો અને વિદેશમાં રહો છો તો પણ માણેકચોકથી પરિચિત હશો. કારણ કે જ્યારે પણ કોઈ NRI વતન આવે ત્યારે તે માણેકચોક જવાનું ચુક્તો નથી. સ્વાદના શોખીનોને માણેકચોક તેની તરફ ખેંચી જાય છે.
માણેકચોકઃ સવારે સોનીબજાર, રાત્રે ખાણીપીણી બજાર
સ્વાદના શોખીનોનું સરનામું એટલે માણેકચોક
બારેમાસ ધમધમે છે માણેકચોક
માણેકચોક સ્વાદ રસિકોનું સરનામું બની ગયો છે. અમદાવાદ શહેરમાં ખાણી-પીણીની અનેક જગ્યાઓ છે પણ માણેકચોક બધાથી અલગ છે. કારણ કે અહીં સ્વાદ જ નિરાલો છે. ભીડભાડથી ભરેલા આ વિસ્તારમાં કોઈ મોટી રેસ્ટોરેન્ટો કે હોટલો નથી. માત્ર લારીઓ અને નાના સ્ટોલ છે. પણ ટેસ્ટ એવો છે કે ગુજરાતભરમાંથી આવતા લોકોને તે પોતાની તરફ ખેંચી જાય છે.
સ્વાદના શોખીનોનું સરનામું એટલે માણેકચોક
સાવ નાના અમથા આ વિસ્તારમાં સવારે સોની બજાર ધમધમે છે. ગ્રામથી લઈ કિલોગ્રામ સુધી સોનાની લેવડ દેવડ અહીં થાય છે. તો ઘરવખરીનો તમામ સમાન અહીં મળી રહે છે. જો તમારે લગ્નની ખરીદી કરવી હોય તો માણેકચોકથી યોગ્ય જગ્યા બીજી કોઈ નથી. અહેમદશાહ બાદશાહને પરચો આપનારા સંત માણેકનાથ બાવાના નામથી જાણીતો થયેલો માણેકચોક. આજે અમદાવાદ જ નહીં પણ ગુજરાતની શાન છે. તેમ કહીએ તો ખોટું નથી. માણેકચોકની ખાણી-પીણી બજારમાં અનેક સ્વાદિષ્ટ આઈટમ મળી રહેશે. માણેકચોકની સૌથી ફેમસ આઈટમ સેન્ચવીચ છે. માણેકચોકે તેના સ્વાદની છાપ માત્ર અમદાવાદમાં જ નહીં પણ દેશની સીમાઓ બહાર પણ છોડી છે. વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો જ્યારે અમદાવાદમાં આવે ત્યારે માણેકચોક જવાનું ચુક્તા નથી. આપણે સ્પેશિયલ ઢોસાની મજા માણીશું.
બારેમાસ ધમધમે છે માણેકચોક
શિયાળો, ઉનાળો કે ચોમાસું કોઇ પણ ઋતુ હોય માણેકચોકમાં દરેક વસ્તુ તમને મળી રહેશે. માણેકચોકમાં તમને શિયાળામાં પણ આઈસ્ક્રીમની મજા માણવા મળે છે. પાઉંભાજી, કુલ્ફી, આઈસક્રીમ, ઢોસા, ચાટ, સેન્ડવિચ અને ઠંડી છાશ માણેકચોકની ખાસિયતો છે. આ જ કારણે માણેકચોકને અમદાવાદની શાન કહેવાય છે. માણેકચોકમાં ફરવા માટે આવ્યા હોઈએ અને ત્યાં જો ઢોસા અને પાઉભાજીનો સ્વાદ ન માણીએ તો ફરવાનું વ્યર્થ ગયું તેમ કહેવાય. અમે ટેસ્ટફુલ ઢોસાનો સ્વાદ માણવા માટે પહોંચ્યા.