બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / 'પુષ્પા' સ્ટાઈલમાં કરોડો રૂપિયાના લાકડાની ચોરી, સુરત વનવિભાગને મોટી સફળતા

માંડવી / 'પુષ્પા' સ્ટાઈલમાં કરોડો રૂપિયાના લાકડાની ચોરી, સુરત વનવિભાગને મોટી સફળતા

Last Updated: 11:09 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત વનવિભાગને મળી મોટી સફળતા મળી છે. માંડવી દક્ષિણ રેન્જમાંથી ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ :ડાંગરના ભુસા ભરેલી ગુણની આડમાં ખેરના લાકડાની થતી હતી તસ્કરી :માંડવી વનવિભાગે એક લાકડા ચોરને ઝડપી પાડ્યો.

થોડા સમય પહેલા પુષ્પા નામની એક ફિલ્મ આવી હતી જે ફિલ્મમાં ચંદનના લાકડાની ચોરી બતાવવામાં આવી હતી ત્યારે આવું જ કઈ સુરતના માંડવીના પેક જંગલૉમાંથી ખેરના લાકડા ચોરી મધ્યપ્રદેશ લઇ જવામાં આવતા હતા જ્યાં ખેરના લાકડામાંથી કાથો બનાવવામાં આવતો હતો. પરંતુ માંડવી વનવિભાગની તકેદારીના કારણે આખુ લાકડા ચોરીનું નેટવર્ક બહાર આવ્યું છે વનવિભાગની ટિમ દ્વારા દ્રાઈવર અને ચોકીદાર ની કરી ધરપકડ કરી છે.

IMG-20240625-WA0084

વન વિભાગને ચકમો આપી ચંદન ચોરી

થોડા સમય પહેલા પુષ્પા નામની ફિલ્મ માં ફિલ્મનૉ હીરો પુષ્પા ઝૂકેગા નહીં અને વન વિભાગને ચકમો આપી ચંદન ચોરી કરતા બતાવ્યો છે.. પરંતુ રિયલ સ્ટોરી અલગ છે.. મળ્યપ્રદેશ ના લાકડા ચોરો માત્ર સુરત જ નહીં, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, દાહોદ, ભરુચ જિલ્લાના જંગલમાંથી અનામત કેટેગરીમાં આવતા ખેરના ઝાડ કાપી લાકડાં સગેવગે કરવાના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ફિલ્મ માં વનવિભાગ સામે પુષ્પા ભલે ઝૂકેગા નહીં પરંતુ રિયલમાં માંડવી વનવિભાગ સામે મદયપ્રદેશના લાકડા ચોર (પુષ્પા )ઝૂકેગા ભી ઓર જેલ મે ભી જાયેગા

IMG-20240625-WA0085

ખેરના લાકડાં મળતાં વન વિભાગના અધિકારીઓ ચોંકી ઊઠયા

16 જૂનના રોજ સુરત જિલ્લાના માંડવી દક્ષિણ રેંજના કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી વહેલી સવારે ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ હતી. આ ટ્રકમાં તપાસ કરતા તેમાંથી ખેરના લાકડાનૉ જથ્થો મળી આવ્યો હતો . ટ્રક ભરીને અનામત વૃક્ષ ખેરના લાકડાં મળતાં વન વિભાગના અધિકારીઓ ચોંકી ઊઠયા હતા. તેમની પાસેથી કોઈપણ પ્રકારની પાસ-પરમિટ નહીં મળતા મામલો ગંભીર જણાયો હતો. ટ્રક ડ્રાઈવરની પુછપરછ કરતા તેણે આપેલા જવાબથી વન વિભાગના અધિકારીઓના પગતળેથી જમીન સરકી ગઈ હતી.

IMG-20240625-WA0088

ચાર વર્ષથી ચાલતા રેકેટનો પર્દાફ્રાશ

દક્ષિણ ગુજરાતમાંથી ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જઈ ત્યાંથી સમગ્ર વહીવટ કરાતો હોવાનું સામે આવ્યું હતું. ડ્રાઈવરની કબુલાતને આધારે અલીરાજપુરમાં તપાસ કરતા સમગ્ર રેકેટ પરથી પડદો ઊંચકાયો હતો. અનામત એવા ખેરના લાકડાં ચોરીનું ભોપાળું ચાર વર્ષથી ધમધમી રહ્યું હોવાનું વન વિભાગના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હવે સપ્તાહ પહેલા વન વિભાગની ટીમે પાડેલા દરોડામાં મધ્યપ્રદેશના ડેપોમાંથી 5.13 કરોડની કિંમતનું 2055 મેટ્રિક ટન લાકડું મળી આવ્યું હતું.

vlcsnap-2024-06-25-23h00m30s327

વધુ વાંચોઃ કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળવાનો સિલસીલો યથાવત, સર્ચ દરમિયાન BSFએ ડ્રગ્સના 20 પેકેટ ઝડપ્યા

કરોડો રૂપિયાની કિંમતના ખેરના ઝાડ કાપી વેચી દીધા

વીતેલા ચાર વર્ષમાં લાકડાચોરોએ કરોડો રૂપિયાની કિંમતના ખેરના ઝાડ કાપી બારોબાર લાકડા વેચી દીધા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હાલ તો લાકડાચોરોએ ચાર વર્ષમાં કેટલું લાકડું વેચ્યું તેનો તાગ મેળવવાની દિશામાં તપાસ ચાલી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Forest Department Surat Mandvi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ