બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / manage your emergency funds from amid coronavirus know where to invest emergency money savings account fixed deposit
Bhushita
Last Updated: 08:58 AM, 9 April 2020
ADVERTISEMENT
કોરોનાની મહામારીથી દેશવાસીઓને બચાવવા માટે લૉકડાઉન જાહેર કરાયું છે. આ સમયે અનેક લોકોની નોકરી જોખમમાં મૂકાઈ છે અને અનેક લોકોના રૂપિયા પણ ડૂબી ગયા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે 50 ચકા નોકરીઓ મુશ્કેલીમાં છે. સાથે જરૂરી છે કે ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ પણ જળવાઈ રહે જેથી મુશ્કેલીમાં તમારે ઉધાર ન લેવા પડે.
ADVERTISEMENT
કોરોના સંકટમાં જરૂરી છે કે તમે તમારા ફંડનો હિસાબ રાખો અને સાથે તેની પર મળનારા નફાને પણ ધ્યાનમાં રાખો. સૌથી મહત્વનું છે કે સાથે જ નવી નોકરી પણ શોધતા રહો. આ માટેના પ્લાનિંગમાં ખાસ વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
ખરાબ સમયમાં મદદ કરશે આ પ્રકારનું પ્લાનિંગ
ઈમરજન્સી ફંડ તૈયાર કરો
આ માટે તમારી પાસે માસિક ખર્ચ અનુસાર ઓછામાં ઓછું 6 મહિનાનું ફંડ હોય તે જરૂરી છે. જરૂર પડે તમે ક્યાંથી રૂપિયા કાઢી શકશો તે પણ નક્કી કરો. તેને માટે લિક્વિડ ફંડમાં રોકાણ કરી શકાય છે. આજે મ્યુચ્યુઅલ ફંડમાં તમને 12થી 15 ટકાનું રિટર્ન મળે છે. મ્યુચ્યુઅલ ફંડમાં નેગેટિવ રિટર્ન પણ મળે છે. પણ જો તમે લોન્ગ ટર્મ માટે રોકાણ કરો છો તો તમને લાભ મળી શકે છે. લાંબા નિવેશમાં પાવર ઓફ ક્મ્પાઉન્ડિંગનો ફાયદો મળી શકે છે.
પોતાના ખર્ચાનો રાખો હિસાબ
મહિનાના ખર્ચનું અવલોકન કરો અને બજેટને પણ ધ્યાનમાં રાખો. જરૂરી અને બિન જરૂરી ખર્ચાને સમજો. બાળકોની ફી, બિલના પેમેન્ટને ટાળવું સારું નથી. તેને બદલે બિનજરૂરી ખર્ચ ઘટાડો તે સારું છે.
એકસ્ટ્રા ઈનકમને ઓળખો
પોતાના સારા જીવન માટે એકસ્ટ્રા કમાણીનો વિકલ્પ શોધો. ફ્રીલાન્સ વર્કની મદદથી કમાણી એક વિકલ્પ હોઈ શકે છે. આ સિવાય રોકાણમાં ડિવિડન્ડ કે વ્યાજથી પણ સારી કમાણી થઈ શકે છે.
સેલેરીથી પે આઉટને પ્લાન કરો
નોકરી જતી રહે તો મળનારા રૂપિયા સંભાળીને વાપરો. તેને એવી જગ્યાએ રોકાણ કરો જેમાં તમને સારું રીટર્ન મળે.
પૂરતો ઈન્શ્યોરન્સ કવર રાખો
સારા પ્લાનિંગમાં ટર્મ અને હેલ્થ ઈન્શ્યોરન્સનો યોગ્ય કવર લો તે સારું છે. રોકાણની ઈન્શ્યોરન્સ પોલિસી પર ધ્યાન આપો.
રિટાયરમેન્ટના રૂપિયા ખર્ચ ન કરો
પીએફથી મળતા રૂપિયાને ખર્ચ કરવું સમજદારી નથી. થોડા રૂપિયા રિટાયરમેન્ટને માટે પણ બચાવીને રાખો તે જરૂરી છે.
ટેક્સ પર આપો ધ્યાન
ટેક્સની વાત કરીએ તો નોકરી જવાના કારણે મળનારા રૂપિયા પર ટેક્સ જુઓ. ટેક્સ પ્લાનિંગને માટે સલાહકારની મદદ લો.
નવી નોકરીની શોધ
નોકરી જતી રહે પછી જ નવી નોકરીની શોધ કરવી. નેટવર્કિંગની મદદથી તમે સારી નોકરી મેળવી શકો છો. આ સિવાય તમે વધુમાં સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કરો તે પણ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.