બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:05 PM, 10 January 2025
આ દુનિયામાં ભાત-ભાતના લોકો રહે છે. ઘણા લોકો તો એવા પણ છે, જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઇ જઈએ છીએ. એવા લોકો પાસે કોઈને કોઈ કળા હોય છે, જે જોવામાં તેમણે સામાન્ય લોકોથી અલગ બનાવે છે. આવા લોકોની સંખ્યા દુનિયામાં ભલે ઓછી છે પરંતુ સોશિયલ મીડિયાના આ જમાનામાં દરેક વ્યક્તિ તેમનાથી વાકેફ છે. અત્યારે આવા જ એક વ્યક્તિનો વિડીયો સોશીયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેના હાથ સામાન્ય લોકો કરતાં ઘણા મોટા દેખાઈ રહ્યા છે. આ વ્યક્તિના હાથ એટલા મોટા છે કે લોકો તેને Real Hulk કહી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મોટા-મોટા હાથોથી બર્ગર ખાતો દેખાયો વ્યક્તિ
સુલતાન કોસેને ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા છે. જેમાં તેના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. તે વિડીયોમાંથી એકમાં સુલતાન બર્ગર ખાતો દેખાઈ રહ્યો છે. જેમા તેના મોટા હાથ સામે મૂકેલું બર્ગર કોઈ બિસ્કિટ જેવુ લાગી રહ્યું છે.
આ વ્યક્તિ પાસે છે દુનિયાના સૌથી મોટા હાથ
વિડીયોમાં દેખાતા વ્યક્તિનું નામ સુલતાન કોસેન છે. સુલતાનના હાથ દુનિયામાં સૌથી મોટા હાથ છે. તે અત્યારે દુનિયાના સૌથી મોટા હાથ વાળો જીવતો વ્યક્તિ છે. આ રેકોર્ડ તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. જ્યારે છેલ્લી વાર 8 ફેબ્રુઆરી 2011માં તેનો હાથ માપવામાં આવ્યા હતો ત્યારે તેના હાથના કાંડાથી લઈને વચ્ચેની આંગળીની ટોચ સુધીની લંબાઈ 28.5 સેમી હતી. ત્યારે તેના હાથની પહોળાઈ 30.48 સેમી છે. સુલતાન કોસેન તુર્કીનો રહેવાસી છે. તેનો જન્મ 10 ડિસેમ્બર 1982માં થયો હતો.
વધુ વાંચો:લોસ એન્જલસની આગમાં 3000000000ની આલિશાન હવેલી બળીને રાખ, જુઓ ખૌફનાક વીડિયો
આની પહેલા સૌથી મોટા હાથ વાળો વ્યક્તિ કોણ હતો?
જણાવી દઈએ કે અત્યાર સુધીના સૌથી મોટા હાથ વાળો વ્યક્તિ રોબર્ટ પર્શિંગ વાડલો હતો. જે USAનો રહેવાસી હતો. જોકે તે ગુજરી ગયો છે. હાથ સાથે તેની હાઇટ પણ સૌથી વધારે હતી. રોબર્ટ પર્શિંગ વાડલોના હાથ હાથના કાંડાથી લઈને વચ્ચેની આંગળીની ટોચ સુધીની લંબાઈ 32.3 સેમી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.