બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:31 PM, 4 December 2024
ટ્રિપલ મર્ડરથી રાજધાની દિલ્હી ખળભળી ઉઠી છે. દક્ષિણ દિલ્હીના નેબ સરાય વિસ્તારમાં ટ્રિપલ મર્ડરથી ખળભળાટ મચી ગયો છે. દેવળી ગામમાં એક ઘરમાં મેરિજ એનિવર્સરીના દિવસે જ કપલ અને તેમની પુત્રીની ઘાતકી હત્યાં થઈ હતી. તેમનો છોકરો મોર્નિગ વોકમાં ગયો હોવાથી બચી ગયો હતો ઘેર હોત તો તે પણ માર્યો ગયો હતો. કારણ કે હત્યારાનો ઈરાદો આખા ઘરને સાફ કરી નાખવાનો હતો. મૃતકોની ઓળખ રાજેશ (55), તેની પત્ની કોમલ (47) અને પુત્રી કવિતા (23) તરીકે થઈ છે. મોર્નિંગ વોકમાંથી પરત ફર્યા બાદ પુત્ર ઘરમાં પ્રવેશતા જ પરિવારના સભ્યોની લાશો જોતાં તેણે રાડારાડ કરી મૂકી હતી જે પછી બધા ભેગાં થયા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
મેરિજ એનિવર્સરીના દિવસે કોણે કરી હત્યા
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી છે. રાજેશના પુત્રની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી અને પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. હત્યા કોણે અને શા માટે કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પાડોશીઓએ જણાવ્યું કે સવારે સાડા પાંચ વાગ્યે તેમને હત્યાની જાણ થઈ. બુધવારે રાજેશ અને કોમલની મેરેજ એનિવર્સરી હતી. રાજેશ મૂળ હરિયાણાનો છે અને ઘણા વર્ષોથી દેવલી ગામમાં રહેતો હતો.
ADVERTISEMENT
મોર્નિંગ વોકમાં જતાં છોકરો બચ્યો
પરિવારમાં એકમાત્ર બચી ગયેલા પુત્રએ જણાવ્યું છે કે તે મોર્નિંગ વોક માટે બહાર ગયો હતો ત્યારે આ ઘટના બની હતી. જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે ત્રણેયની હત્યા કરવામાં આવી છે.
કેજરીવાલે કેન્દ્ર પર સાધ્યું નિશાન
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ટ્રિપલ મર્ડર બાદ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે X પર લખ્યું, 'નેબ સરાયના એક જ ઘરમાં ત્રણ હત્યા. આ ખૂબ જ પીડાદાયક અને ડરામણી છે. દરરોજ સવારે દિલ્હીના લોકો આવા ડરામણા સમાચારોથી જાગી રહ્યા છે. ગુનેગારોને છૂટા હાથ મળ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT