#MeTooની જેમ હવે પુરૂષોએ પણ મહિલાઓ દ્વારા બનેલા શોષણનો ભોગનો ખુલાસો કરવા માટે #ManToo અભિયાન શરૂ કર્યુ છે. 15 લોકોના સમૂહે ફ્રાંસથી આ મેનટૂ અભિયાનની શરૂઆત કરી છે. આ લોકોમાં ફ્રાંસના એક પૂર્વ રાજકીય નેતા પણ સામેલ છે. જેમના પર 2017માં યૌન શોષણના મામલે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા.
ત્યારબાદ આ આંદોલનની શરૂઆત થઈ. ચિલ્ડ્રંસ રાઈટ્સ ઈનિશિએટિવ ફોર શેયર્ડ પેરેંટિંગ એટલે કે ક્રિસ્પે કરી છે. ક્રિસ્પના રાષ્ટ્રીય અધ્યક્ષ કુમાર વીએ જણાવ્યુ કે અમારૂ જૂથ કાયદા સામે લડશે. તેઓએ માગ કરી કે મીટૂ અભિયાન હેઠળ ખોટા કેસ દાખલ કરનારાઓને સજા થવી જોઈએ.
મી ટૂ સારૂ આંદોલન છે પણ ખોટા આરોપ લગાવીને કેટલાકને ફસાવવામાં આવી રહ્યા છે. #MeToo અભિયાનમાં પીડિત મહિલાઓ દશકો જૂના યૌન શોષણની વાતો કરે છે. ત્યારે તેના વિરૂદ્ધમાં #ManToo આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
જો યૌન શોષણનો આરોપ સાચો હોય તો પીડિતાઓએ સોશિયલ મીડિયામાં પોતાની ભડાશ કાઢવાના બદલે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. આ આંદોલન પુરૂષોની સમસ્યાની સમાધાન કરશે જે મહિલાઓના અત્યાચાર વિરૂદ્ધ નથી બોલી શકતા.