નવાઝ શરીફ પર જૂતું ફેંકાયુ તો ખ્વાજા પર શાફી... પાકિસ્તાન માટે શરમજનક ઘટના

By : HirenJoshi 05:18 PM, 11 March 2018 | Updated : 06:57 PM, 11 March 2018
ઇસ્લામાબાદઃ આતંકવાદ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ પાકિસ્તાનની જનતા હવે ખુલીને નારાજગી દર્શાવી રહી છે. પાકિસ્તાનમાં બે એવી ઘટનાઓ બની છે, જેણે પાકિસ્તાન સરકાર સામે સવાલો ઉભા કરી દીધા છે.

પહેલો મામલે છે પંજાબ પ્રાંતનો. જ્યાં મોડી રાતે પાકિસ્તાના વિદેશમંત્રી ખ્વાજા આસિફ કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા હતા. જોકે આ દરમિયાન એક યુવાને તેમની પર શાહી ફેકી દીધી હતી. શાહી ફેંકનાર યુવાની ધરપકડ થઈ ચૂકી છે.

ખબર છે કે ખ્વાજા આસિફે મોઢું ધોઈને પોતાનું ભાષણ પુરું કર્યું હતું. તો બીજો મામલો છે લાહોરનો. જ્યાં એક જાહેર કાર્યકર્મ દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ ઉપર જૂતું ફેંકાયું હતું.

શરીફ ગઢી શાહૂમાં જમિયા ન્યૂમિયા વિદ્યાલયમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સંબોધન કરવા માટે સ્ટેજ પર પહોંચ્યા હતા. ત્યારે એક શખ્સે તેમની પર જૂતુ ફેક્યું હતું. જૂતું ફેકનાર પોલીસ દ્વારાતુરત જ ઝડપી લેવાયો હતો.Recent Story

Popular Story