Man surprises wife with red rose - WATCH viral video to see her reaction
વાયરલ /
VIDEO : પતિએ પ્રેમથી આપ્યું ગુલાબ, પત્નીનો જવાબ સાંભળીને લોકો બોલ્યાં લગ્ન પછી આવું જ થાય, વીડિયોએ ધૂમ મચાવી
Team VTV02:57 PM, 30 Jan 22
| Updated: 03:02 PM, 30 Jan 22
પોતાનો પ્યાર દેખાડવા પત્નીએ પતિને ગુલાબના ફૂલની ભેટ ધરી પણ બદલામાં પત્નીએ જે રિએક્શન આવ્યું તેનો એક મજાનો વીડિયો વાયરલ થયો છે.
પતિએ પત્નીને આપી ગુલાબના ફૂલની ભેટ
પત્નીનો જવાબ સાંભળીને લોકો બોલ્યા લગ્ન બાદ આવું જ થાય
આ પ્રસંગનો એક મજાનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર પ્રેમના જાતજાતના વીડિયો વાયરલ થતા હોય છે પતિ અને પત્નીના પ્રેમનો આવો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પતિએ થોડા રોમેન્ટીક થવાની કોશિશ કરી પરંતુ તેને શું ખબર કે તેની મહેબૂબા 'પત્નીઓ' વાળી વાત કરી દેશે.
વાયરલ થયેલા વીડિયામાં તમે જોઈ શકો છો કે હસબંડ બજારમાંથી થોડા સામાન લઈને આવ્યો છે જે સામાન લેવા બેગમજાન પતિની કાર પાસે આવે છે. પતિએ કેમેરો ચાલુ કરી રાખ્યો છે, જેવી પત્ની નજીક પહોંચી કે પતિદેવ તેને ગુલાબ આપી દે છે. પત્ની શરમાઈ જાય છે અને ખડખડાટ હસતા હસતા કહે છે કે ખીમા ચઢા હુઆ હૈ ચૂલ્હે પે, ઔર યહાં ઈનકી મોહબ્બત હી નહીં ખત્મ હો પા રહી. ચલો, કેલે દો ઉઠાકે.
સોશિયલ મીડિયા પર વીડિયોની હેવી ડિમાન્ડ, 15 લાખ વ્યૂ મળ્યાં
આ વીડિયો પોસ્ટ કરનાર વ્યક્તિએ લખ્યું કે ભારે ડિમાન્ડ બાદ આ વીડિયો પોસ્ટ કરી રહ્યો છું. લગ્ન પછીની જિંદગી, બેગમજી હું તમને ઘણો પ્રેમ કરુ છું. ઉલ્લેખનીય છે કે આ વીડિયો 15 લાખથી વધારે વ્યૂ મળ્યાં છે. તેમજ ઘણા બધા કપલ પાર્ટનર સાથે શેર કરી રહ્યાં છે. તો કહો લગ્ન બાદ તમારો ઈશ્ક કેવો ચાલી રહ્યો છે.
વીડિયો જોઈને લોકો બોલ્યા, લગ્ન બાદ આવું જ થાય
સોશિયલ મીડિયા પર આ વીડિયોની ભારે બોલબાલા છે અને અત્યાર સુધી તેને 15 લાખથી વધારે વ્યૂ મળી ચૂક્યા છે. વીડિયો જોઈને લોકોએ જાતજાતના રીએક્શન આવ્યું હતા. કેટલાલ લોકોએ કહ્યું કે લગ્ન બાદ આવું જ થાય છે.