બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અજબ ગજબ / OMG! પાણીની અંદર એકીશ્વાસે 370 ફૂટ સુધી ચાલીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વાયરલ થયો ફ્રીડાઇવિંગનો Video
Last Updated: 02:34 PM, 16 January 2025
તાજેતરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ફ્રીડાઇવર એમ્બર બર્કે એક જ શ્વાસમાં પાણીની અંદર સૌથી લાંબુ અંતર કાપીને નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એમ્બરે 370 ફૂટ અને (2 ઈંચ નીચે) સુધી પાણીમાં ચાલીને રેકોર્ડ બનાવ્યો હતો. તેને 334 ફૂટ અને 357 ફૂટના પોતાના જૂના રેકોર્ડને તોડીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
ADVERTISEMENT
35 વર્ષીની એમ્બર બર્કે 10 વર્ષથી વધુ સમયથી ફ્રીડાઇવિંગની ટ્રેનિંગ લીધી છે. આ અદ્ભુત સિદ્ધિ હાંસલ કરવા માટે તેને અનેક અઠવાડિયા સુધી પૂલમાં પ્રેક્ટિસ કરી હતી. એમ્બરે પોતાના પ્રયાસને ફક્ત વ્યક્તિગત સિદ્ધિ માટે નહીં પણ ઓસ્ટ્રેલિયન મરીન કન્ઝર્વેશન સોસાયટી માટે ભંડોળ એકત્ર કરવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે.
Longest underwater walk with one breath (female) 💧 112.83 m (370 ft 2 in) by Amber Bourke 🇦🇺 pic.twitter.com/rddmlG0fIo
— Guinness World Records (@GWR) January 11, 2025
ADVERTISEMENT
તેને આ અંગે જણાવ્યું કે, "મેં હંમેશા આ રેકોર્ડ તોડવાનું સ્વપ્ન જોયું હતું. આ મારા માટે એક મોટી સિદ્ધિ છે, મેં દરિયાઈ જીવોના સંરક્ષણમાં પણ યોગદાન આપ્યું છે." ઉલ્લેખનીય છે કે, તે આ રેકોર્ડ બનાવતી વખતે ખાસ સ્વિમિંગ ટેકનિકમાં કમરથી વળેલી સ્થિતિમાં હતી. જેમાં તેને શરીરને 90-ડિગ્રીના કોણ પર વાળેલ હતું. તેના પગ પૂલના તળિયે હતા, આ રીતે તે આગળ વધીને પોતાનું અંતર કાપ્યું હતું.
અત્યાર સુધી એમ્બર બર્ક 17 ઓસ્ટ્રેલિયન ફ્રીડાઇવિંગ રેકોર્ડ અને એક ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર ધ ડેવલપમેન્ટ ઓફ એપનિયા (AIDA) વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. આ અદ્ભુત રેકોર્ડ એમ્બરની સખત મહેનત અને સમર્પણનું પરિણામ દર્શાવે છે. તેનાથી આપણને શીખવા મળે છે કે જો કોઈ વ્યક્તિ દૃઢ નિશ્ચયી હોય તો મુશ્કેલ લક્ષ્યો પણ પ્રાપ્ત કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.